ઉમરેઠ બેઠક પર પરિવર્તન સાથે નવો રેકોર્ડ સર્જાશે.! ચર્ચાનો વિષય
વિકાસથી વંચિત ઉમરેઠના કેટલાક ગામડાંઓમાં ઉઠલો પ્રચંડ અવાજ
કૌન બનેગા ઉમરેઠના ધારાસભ્ય....?
અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર
આણંદ ટુડે | આણંદ
ગુજરાત રાજ્યમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના મતદાનના આડે હજુ ચાર દિવસનો સમય બાકી રહ્યાો છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં છેલ્લે સુધી લડી લેવાના મુડમાં છે. ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર અને નિવૃત ક્લાસ વન અધિકારી અબાલ વૃદ્ધ સૌના લોક લાડીલા બળદેવસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારે ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના ગામડાંઓમાં સમર્થકો સાથે પ્રચાર અભિયાનને વેગવંતો બનાવી દીધો છે.
ઉમરેઠ બેઠક પર અપક્ષ ઉમેદવારને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદને જોતાં આ વખતની ચૂંટણીમાં મતદારો ઉમરેઠ બેઠક પર અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને જંગી બહુમતીથી વિજયી બનાવી એક નવો રેકોર્ડ સ્થાપિત કરે તો નવાઇ નહીં તેવી ચર્ચા ઉમરેઠ પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.