આણંદ ખાતે યુથ હોસ્ટેલ્સ વિક નિમિત્તે સાયકલ રેલી યોજાઈ
આણંદ ખાતે "યુથ હોસ્ટેલ્સ વિક" નિમિત્તે સાયકલ રેલી યોજાઈ
યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના આણંદ યુનિટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું
આણંદ ટુડે I આણંદ,
યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના આણંદ યુનિટ દ્વારા "યુથ હોસ્ટેલ્સ વિક" તેમજ "યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા" ના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે સાયકલ રેલી યોજાઈ હતી.
આ સાયકલ રેલી ઝવેરી ક્લિનિક (વેટેનરી હોસ્પિટલ) બોરસદ ચોકડી, આણંદ ખાતેથી પ્રસ્થાન કરી મોગર ખાતેની વન વિભાગની નર્સરી પહોંચી પરત આણંદ આવી હતી. આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ સપ્તાહ ઉજવણી, સ્થાપના દિવસ અને યુવાનોમાં યુથ હોસ્ટેલ તેમજ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવાનો હતો.
આ પ્રસંગે વન વિભાગની નર્સરી ખાતે જુદા જુદા વૃક્ષોની ઓળખ સાથે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ રેલીમાં ૨૫ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું આયોજન ચેરમેનશ્રી પરેશ પટેલ, ઉપપ્રમુખ ડો.કમલેશ હડિયા તેમજ સેક્રેટરીશ્રી રશ્મિન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.