1000561736

આયુર્વેદ સંકુલ આણંદનો રજતજયંતિ મહોત્સવ ભગવાન ધનવંતરી મંદિરનો પાટોત્સવ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની કરાશે ઉજવણી

આયુર્વેદ સંકુલ આણંદનો રજતજયંતિ મહોત્સવ ભગવાન ધનવંતરી મંદિરનો પાટોત્સવ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની કરાશે ઉજવણી

આયુર્વેદ શાસ્ત્રના પ્રણેતા અને આરાધ્યદેવ ગણાતા ભગવાન ધન્વંતરીના પ્રાગટ્ય દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

આર્યુવેદ ડોક્ટરો, પત્રકારો અને આયુર્વેદ સંકુલને યોગદાન આપનારા તમામ ક્ષેત્રના અગ્રણીયોનું સમ્માન કરાશે

આજથી પચ્ચીસ વર્ષો પહેલા સંસ્થાપિત આયુર્વેદ સંકુલ આણંદ એ અનેકવિધ પ્રવૃત્તિઓનો કેન્દ્ર બની ગયું

આણંદ ટુડે | આણંદ, 
ચરોતરની જનતાને નિરામય બનાવવા, સ્વાસ્થ્ય સંરક્ષણ અને રોગ નિવારણ, આયુર્વેદ મેડીકલ સોસાયટી તથા ચરોતર મુરબ્બિઓ અને આણંદ નગરપાલિકાના સહયોગથી આયુર્વેદ સંકુલની સ્થાપના કરી. ચરોતરના ૨૮૯ ગામોમાં નિઃશુલ્ક નિદાન-ચિકિત્સા શિબિરોનું આયોજન કર્યું, ગુજરાત અને ભારતભરમાં છેલ્લા પચ્ચીસ વર્ષોમાં અનેકો વૈધ્ય સંમેલનનું આયોજન કર્યું, આધુનિક અને પ્રાચીન ચિકિત્સા

પધ્ધતિઓના વિશેષજ્ઞ ડૉ. ધન્વન્તરિકુમાર અને ડૉ. નિધિબેને ચીન, જાપાન, ફ્રાંસ, કેનેડા, જર્મની, હૉલેન્ડ,થાઈલેન્ડ, નેપાલ, શ્રીલંકા, શિંગાપોર, મલેશિયા, યુએસએ, યૂરોપના અને ડૉક્ટરોને પ્રશિક્ષિત કર્યા. આધ્યાત્મ અને આરોગ્યનો સમન્વય કરી ભગવાન ધન્વન્તરિ મંદિરની સ્થાપના કરી, કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું, આજથી પચ્ચીસ વર્ષો પહેલા Abandoned આયુર્વેદ સંકુલ આણંદ એ અનેકવિધ પ્રવૃત્તિઓનો કેન્દ્ર બની ગયું, અહીં દેશ-વિદેશના ડૉક્ટરો ભગવાન ધન્વન્તરિની પૂજા-અર્ચના અને જ્ઞાન પ્રાપ્તિ માટે આવે છે, તમામ ચિકિત્સા પધ્ધતિઓના ડોક્ટરોનું અહિ સમ્માન કરવામાં આવે છે.
આગામી તા. ૨૯- ૧૦-૨૪ ને મંગળવારના રોજ સવારે ૩.૩૦ થી ૯.૩૦ સુધી ભગવાન ધનવંતરી ષોડશોપચાર પૂજા અર્ચના કરવામાં આવશે, ૯.૩૦થી ૧૦ કલાકે સંસ્થાની પ્રવૃત્તિઓમાં સાથ સહકાર આપનાર પત્રકારો અને કાર્યકરોનું સન્માન કરવામાં આવશે, સવારે ૧૦ થી ૨ સુધી ધનવંતરી યજ્ઞ અને બપોરે ૩ થી ૫ સુધી ઔષધીય હવન ત્યારપછી ૫ થી ૭ સુધી સામૂહિક પૂજા તથા ભગવાન ધન્વન્તરી કથા બનારસના વિધાન પંડિતો દ્વારા થશે, સાંજે ૭-૦૦થી ૮-૦૦ સુધી આયુર્વેદ સંકુલને યોગદાન આપનારા તમામ ક્ષેત્રના અગ્રણીયોનું સમ્માન વૈધ્યરાજ હરિનાથ ઝા અને સ્ત્રીવૈધ્ય ફાલ્ગુનીબેન દ્વારા શાલ, હાર, ભેંટ ઉપહાર, મહાલક્ષ્મીનો પ્રસાદ, પૂજન કરી આભાર માનવામાં આવશે, આયુર્વેદ સંકુલ સાથે જોડાયેલ તમામને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.