1000545140

ચારૂસેટ સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા 25 થી 28 ઓક્ટોબર દરમિયાન ‘પ્રબંઘન 2024 - એક્ઝિબીશન કમ સેલ ‘

ચારૂસેટ સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા 25 થી 28 ઓક્ટોબર દરમિયાનપ્રબંઘન 2024 - એક્ઝિબીશન કમ સેલ

ચાંગા
ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM) દ્વારા "પ્રબંઘન 2024" નું 25 થી 28 ઓક્ટોબર, 2024 દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું  છે. આ એક્ઝિબીશનનું આયોજન આણંદ-વિદ્યાનગર રોડ સ્થિત સરદાર પટેલ બેન્કવેટ  હોલમાં કરવામાં આવ્યું છે. તા. 25 ઓક્ટોબર, શુક્રવારે સવારે 10 કલાકે વિવિધ મહાનુભાવોના હસ્તે એક્ઝિબીશનને ખુલ્લું મુકવામાં આવશે. આ મેગા ઇવેન્ટની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે સમગ્ર ઇવેન્ટનું સંચાલન સંસ્થાના મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે જેમાં માર્કેટિંગથી લઈને સ્ટોલ મેનેજમેન્ટ સુધીની તમામ જવાબદારીનો સમાવેશ થાય છે. આણંદ-વિદ્યાનગરની જાહેર જનતા કોઈ પણ એન્ટ્રી ફી વગર આ એક્ઝિબિશનની મુલાકાત લઈ દરેક સ્ટોલમાંથી ખરીદી કરી શકશે. 
આ એક્ઝિબીશન અંતર્ગત નોલેજ, ટેક્નોલોજી, અને ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પર વિશેષ પ્રાધાન્ય આપી વિવિધ સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના 500 વિદ્યાર્થીઓ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ કુશળ માર્કેટિંગ અને નેગોશિએશન સ્કિલ્સ થકી વિવિધ ઉદ્યોગો સાથે સંકલન સાધી 55 થી પણ વધારે સ્ટોલ્સ ઉભા કરી સંચાલન કરશે જેમાં 15 ફૂડ સ્ટોલ્સનો સમાવેશ થાય છે. સંસ્થાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ એક્સ્પોમાં એક બિઝમેન તરીકે ભાગ લઇ વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરશે જે તેઓમાં ખરા અર્થમાં  ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યોનું સિંચન કરશે. 
વિવિધ કેટેગરી હેઠળ હેન્ડીક્રાફ્ટ, વિઝા કન્સલટન્સી, ડેકોરેટિંગ લાઈટ્સ, સ્વીટ્સ એન્ડ ફરસાણ, હોમ અપ્લાઈન્સીસ, ગાર્ડનિંગ આઈટમ્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ, ફૂટવેર, હોમ ફર્નિશિંગ, ડેકોરેટીવ કેંડલ્સ, ડિઝાઈનર બેગ્સ, ગિફ્ટ આર્ટીકલ, બુક્સ, અપેરલ્સ, બેગ્સ, ફુટ વિઅર, ગિફ્ટ આઈટમ્સ, જવેલરી, કોસ્મેટિક વગેરેની સાથે સાથે  અનેકવિધ ફૂડ આઈટમ્સના સ્ટોલ્સનું  આયોજન કરાયું છે. 
સંસ્થાના પ્રિન્સિપાલ ડો. બિનીત પટેલે  જણાવ્યું કે સતત ત્રીજા વર્ષે આ એક્ઝિબીશન કમ સેલનું આયોજન કરાશે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સંસ્થામાં અભ્યાસ કરતા બીબીએ અને એમબીએના વિદ્યાર્થીઓ કલાસરૂમમાં શીખેલા મેનેજમેન્ટ અને ઉદ્યોગ સાહસિકતાના પાઠનો વ્યવહારિક રીતે  ઉપયોગ કરી સફળ મેનેજર, ઉદ્યોગ સાહસિક  અને બિઝનેસ લીડર બનવા જરૂરી  તમામ કૌશલ્યોનું સિંચન કરે. આ ઇવેન્ટ થકી ઇન્ડસ્ટ્રીઝ અને એકેડેમીયા એક જ પ્લેટફોર્મ પર આવતા ખરા અર્થમાં પરસ્પર એકબીજાના વિકાસ માટે સંલગ્ન થશે. 
સંસ્થાના આ ફ્લેગશીપ ઇવેન્ટને પ્રેરણા આપતા ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ગત  વર્ષ આયોજિત આ  એક્ઝિબિશનમાં 8000 થી વધુ લોકોએ મુલાકાત લઇ અનેકવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. સંસ્થાના આ નવીન પ્રયોગની મુલાકાતીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.