“ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન “ બોરસદનું વધુ એક પ્રેરણાદાયી કાર્ય
“ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન “ બોરસદનું વધુ એક પ્રેરણાદાયી કાર્ય
ઉનાળાની અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં રાહત આપવાના શુભ આશયથી ગરીબ અને જરૂરિયાતમંદોને ચંપલનું કરાયું વિતરણ
આણંદ
આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ“ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન “સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.હાલ ઉનાળાની સિઝનમાં આ સંસ્થાએ વધુ એક પ્રેરણાદાયી કાર્યહાથ ધર્યું છે.
“ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન “ બોરસદ દ્વારા શહેરના શ્રી રોકડીયા હનુમાનજી મંદિર પાસે ગરીબ પરિવારો, જરૂરિયાતમંદો અને ભિક્ષુકોને ઉનાળાની સિઝનમાં સુર્યની ધગ-ધગતી અગનગોળા વરસાવતી કાળઝાર ગરમીમાં રાહત આપવાના શુભ આશયથી ચંમ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યમાં ફાઉન્ડેશન સ્થાપક દુષ્યંત પટેલ DC, સાથે સંગઠન મહામંત્રી દીપક ઠાકર, કલ્પવૃક્ષ ફાઉન્ડેશન સભ્ય કોકો રાવ , સેવાર્થી સભ્ય અંકુર પટેલ , સેવાર્થી સભ્ય ધ્રુવ પટેલ , બક્ષીપંચ મોરચા મધુસૂદન શર્મા જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં જરૂરિયાત મંદો તેમ જ ભિક્ષુકોને ચંપલ વિતરણ કરવામાં આવે છે. અને દર શનિવારે હનુમાનજી મંદીર પાસે ભિક્ષુકોને નાસ્તો / જમવાની સેવા દાતાઓના સહકારથી આપવામાં આવે છે.