આણંદ
આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ“ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન “સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.હાલ ઉનાળાની સિઝનમાં આ સંસ્થાએ વધુ એક પ્રેરણાદાયી કાર્યહાથ ધર્યું છે.
“ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન “ બોરસદ દ્વારા શહેરના શ્રી રોકડીયા હનુમાનજી મંદિર પાસે ગરીબ પરિવારો, જરૂરિયાતમંદો અને ભિક્ષુકોને ઉનાળાની સિઝનમાં સુર્યની ધગ-ધગતી અગનગોળા વરસાવતી કાળઝાર ગરમીમાં રાહત આપવાના શુભ આશયથી ચંમ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યમાં ફાઉન્ડેશન સ્થાપક દુષ્યંત પટેલ DC, સાથે સંગઠન મહામંત્રી દીપક ઠાકર, કલ્પવૃક્ષ ફાઉન્ડેશન સભ્ય કોકો રાવ , સેવાર્થી સભ્ય અંકુર પટેલ , સેવાર્થી સભ્ય ધ્રુવ પટેલ , બક્ષીપંચ મોરચા મધુસૂદન શર્મા જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં જરૂરિયાત મંદો તેમ જ ભિક્ષુકોને ચંપલ વિતરણ કરવામાં આવે છે. અને દર શનિવારે હનુમાનજી મંદીર પાસે ભિક્ષુકોને નાસ્તો / જમવાની સેવા દાતાઓના સહકારથી આપવામાં આવે છે.