20221019_210155

આણંદ જિલ્લાના પીપળાવ ખાતે માં આશાપુરીના દર્શન કરી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કાર્યકર્તાઓ સાથે પાણીપુરીની લિજ્જત માણી

આણંદ જિલ્લાના પીપળાવ ખાતે

માં આશાપુરીના દર્શન કરી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કાર્યકર્તાઓ સાથે પાણીપુરીની  લિજ્જત માણી

કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીએ પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડી ખાતે એક અપંગ છોકરી સાથે ચા-નાસ્તો કર્યો.

ધર્મજ જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ પટેલ(બાદલભાઈ)નો જન્મદિવસ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીની ઉપસ્થિતિમાં કેક કાપીને મનાવવામાં આવ્યો.

આણંદ 
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં 'ગુજરાત ગૌરવ યાત્રા'ના ગણેશ કર્યા છે. ત્યારે ગુજરાત ગૌરવ યાત્રા નિમિત્તે આણંદ જિલ્લામાં પધારેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીજીએ યાત્રા દરમિયાન  આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પીપળાવ મુકામે આવી પહોંચ્યા હતાં. કેન્દ્રીય મંત્રીએ પીપળાવ ખાતે મા આશાપુરીના મંદિરમાં  દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં સામાન્ય માણસની જેમ પાણીપુરીની લારી પર જઈને પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો.

આ સમયે તેમની સાથે પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા,આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ,સાંસદશ્રી મિતેશભાઈ પટેલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 2022 ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ત્રીજી વખત ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કર્યો છે. અગાઉ 2002માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2002ના કોમી રમખાણો બાદ આ યાત્રા કાઢી હતી. આ પછી 2017ની ચૂંટણીમાં પણ આવી જ યાત્રા કાઢવામાં આવી હતી. બંને વખત ભાજપને ફાયદો થયો છે. 2002માં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 127 બેઠકો જીતી હતી.  2017 માં, ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બંને ગૌરવ યાત્રામાં મળેલા લાભથી ભાજપ ઉત્સાહિત હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે, આ વખતે  વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાત ગૌરવ યાત્રા થકી ભાજપને ફાયદો થશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.