IMG-20230310-WA0017

સોજિત્રા ખાતે શ્રી ભાઇકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનો વાર્ષિકોત્સવ “થનગનાટ:૨૦૨૩” યોજાયો

સોજિત્રા ખાતે શ્રી ભાઇકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનો વાર્ષિકોત્સવથનગનાટ:૨૦૨૩યોજાયો

આણંદ, 

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતી સોજીત્રા સ્થિત શ્રી ભાઇકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વર્ષ-૨૦૨૩ના વાર્ષિકોત્સવ “થનગનાટ:૨૦૨૩” નું શ્રીમતી હંસાબેન રમણભાઈ પટેલ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સંગીત, નૃત્ય અને નાટ્ય કૃતિઓને રજૂ કરવાનુ મંચ આપી તેમને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. 

આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. ઉર્વી દવે તેમજ કોલેજના સાંસ્કૃતિક સમિતિના સંયોજક ડૉ. અર્ચના ત્રિવેદીએ કોલેજની વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી પ્રગતિ અને વર્ષ દરમિયાન કરવામાં આવેલી અન્ય પ્રવૃત્તિઓ વિશે ઉપસ્થિત સૌને જાણકારી પૂરી પાડી હતી.

આ કાર્યક્રમના મુખ્ય અતિથી શ્રી ચૈતન્ય ભાઈએ દરેક વ્યક્તિએ મહાપુરુષોના જીવન ચરિત્ર વાચવા જોઈએ તેમ કહી વિદ્યાર્થીઓને પ્રેરક દૃષ્ટાંતો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે વર્ષ દરમિયાન નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ગરબા સ્પર્ધા તેમજ દોડ, લાંબી કૂદ અને ઊંચી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક, કોથળા દોડ, ક્રિકેટ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં તેમજ યુનિવર્સિટી કક્ષાએ પરિક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર તેમજ શિલ્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા સંગીત, નૃત્ય અને નાટક પ્રવૃત્તીઓ રજૂ કરવામા આવી હતી. 

આ પ્રંસગે કોલેજના પ્રમુખ યજમાન શ્રી અતીન પટેલ, કોલેજના પ્રાધ્યાપક પ્રતીક શાહ, કિર્તીબેન પટેલ, વિપુલભાઇ પટેલ અને શૈલેષભાઇ પટેલ સહિત મોટી સંખ્યામા કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

*****