IMG_20240526_073552

આપણી પાસે પદ, પ્રતિષ્ઠા, હોદ્દો વગેરે અનેક ગુણ હોય પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈ કામ થતું નથી - ડો. જ્ઞાનવત્સલ સ્વામી

"Faith helps, helps a lot"

આપણી પાસે પદ, પ્રતિષ્ઠા, હોદ્દો વગેરે અનેક ગુણ હોય પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈ કામ થતું નથી - ડો. જ્ઞાનવત્સલ સ્વામી

આણંદ અક્ષર ફાર્મ ખાતે  યુથ કનવેંશનમાં ડો. જ્ઞાન વત્સલ સ્વામીના પ્રભાવક વકતાવ્યએ હજારો યુવા યુવતીને શ્રદ્ધા - વિશ્વાસના પાઠ શીખવ્યા

૨૬, મે રવિવારે પ્રમુખ mahol- પ્રેમવતી ખાતે સાંજે ૪ થી ૬ દરમિયાન રક્તદાન કેમ્પમાં જોડાઈને રક્તદાન કરવા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ અપીલ કરી

આણંદ
ભૌતિકતાના અતિરેકમાં શાશ્વત મૂલ્યો ની  અવગણનાના વરવા પરિણામો જ્યારે સમાજમાં વધી રહ્યા છે ત્યારે બી. એ .પી.એસ. સ્વામી નારાયણ મંદિર, આણંદ દ્વારા પ્રેરક કાર્યક્રમ યુથ કનવેંશન : "Faith helps, helps a lot" યોજવામાં આવ્યું હતું. 
તા. ૨૫, મે શનિવાર અક્ષર ફાર્મ માં રાત્રે ૮ થી ૧૦ : યુથ કંવેંશન સભા મંડપનો નઝારો ભવ્ય છતાં દિવ્ય અને અનોખો હતો. ખુલ્લાં આકાશ નીચે યોજાયેલ ૧૫૦૦૦ વ્યક્તિઓનો સમાવેશ કરતા સભા મંડપ અને કાર્યકરોની વ્યવસ્થા સૌ કોઈને નતમસ્તક કરી દે તેવી અદભુત હતી. અગંતુક  સૌને જુદા જુદા છ કાઉન્ટરોમાં સ્વયંસેવકો દ્વારા અલ્પાહાર, પાણી, લસ્સી પિરસી અભિવાદન કરીને સભામાં સ્થાન આપવામાં આવતું હતું. 
ધૂન, પ્રાર્થના, સ્તુતિ બાદ વિષય "Faith helps, helps a lot"અંતર્ગત થીમ શો રજૂ કરીને મુખ્ય વક્તા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ વક્તવ્ય રજૂ કર્યું હતું.
જીવનમાં શ્રદ્ધા મદદરૂપ થાય છે અને ખૂબ મદદરૂપ થાય છે. આપણી પાસે પદ, પ્રતિષ્ઠા, હોદ્દો વગેરે અનેક ગુણ હોય પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈ કામ થતું નથી. કોઈ પણ કાર્યને શરૂ કરવા, એમાં આવતી અડચણો વચ્ચે અને નિષ્ફળતા વચ્ચે રસ્તો કાઢવા શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ. પ્રથમ તો આપણી જાત ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ કારણ કે ભગવાને આપણને ખૂબ કીમતી શરીર આપ્યું છે. આવો દુર્લભ મનુષ્ય દેહ ભગવાને આપણને આપ્યું છે એનો સદુપયોગ કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. જે સમાજમાં આપણે રહી છે તે સમાજમાં પણ આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. તમિલનાડુ ના મદુરાઇ શહેરની સામાન્ય કુટુંબમાં ઉછરેલ સી નેત્રા ૧૩ વર્ષની દીકરીને કોવિડ ૧૯માં સમજ સેવાનો વિચાર આવ્યો તેની નોંધ દેશ વિદેશ લીધી છે. આવી જ રીતે ભગવાનમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ. દુનિયામાં ટોપ ૧૦ વૈજ્ઞાનિકો પણ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. ન્યુટન, આઈન્સ્ટાઈન, ઓલવિસ બેકર, અર્કીમિડીઝ,  વગેરે અનેક વૈજ્ઞાનિકોના અનેક પ્રસંગો મોજુદ છે. સૃષ્ટિનુ સર્જન, ગુરુત્વાક્ષણ, ઓક્સિજનની ઉપલબ્ધિ વગેરે બાબતોનો વિચાર કરીએ તો ભગવાનના કર્તવ્યપણાનો ખ્યાલ આવે છે.
થીયોરેટિકલ સ્પિરીચ્યુંલીટી એ તર્ક નો વિષય છે પરંતુ પ્રેક્ટિકલ સ્પિરીચ્યુંલીટી એ જીવનમાં આનંદ આપે છે. ભગવાનના મંદિરે જવું, ભજન કરવું, જીવનમાં જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે. એ પ્રેક્ટિકલ સ્પિરીચ્યુંલીટી છે. 

પ્રમુખ સ્વામી મહારાજ ૯૫ વર્ષ સુધી અને આજે મહંત સ્વામી મહારાજ ૯૧ વર્ષની ઉંમરે વિશ્વ વ્યાપી આધ્યાત્મિક સામાજિક કાર્યો કરી રહ્યા છે એમના જીવન નું બળ એક માત્ર ભગવાન છે. પ્રચંડ પુરુષાર્થ તેઓએ કર્યો પરંતુ તેમના જીવનના કેન્દ્રમાં ભગવાન છે. વિશ્વમાં ૨૦ કરોડ લોકો તણાવમાં જીવન કાઢે છે અને એમાંથી કેટલાય જીવન ગુમાવે છે આ પરિસ્થિતિમાં ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ અત્યંત અનિવાર્ય છે.
પ્રમુખસ્વામી મહારાજ, મહંતસ્વામી મહારાજે એમના જીવનમાં અનેક ચડાવ ઉતાર આવ્યા, પ્રયત્ન સો ટકા કરવાનો પરંતુ ભગવાન સર્વ કર્તા છે. પરિણામ ભગવાન જે આપે એ સ્વીકારી લેવાનું એ અનેક પ્રસંગે આપણને પ્રેરણા આપી છે. ભગવાન છે જ, એ સર્વ કર્તા છે, સૌના પ્રેરક છે, એ જ કર્મ ફળ પ્રદાતા છે. આ સમજણ જીવનમાં હોય તો જીવન માં સ્થિરતા આવે છે.
આજની કાર્યક્ર્મમાં ૧૦ હજાર થી વધુ લોકોએ લાભ લીધો હતો જેમાં નામાંકીત મહાનુભાવો, યુવા યુવતીઓ અને હરિભક્તો, ભાવિકો જોડાયા હતા. ૨૬, મે રવિવારે પ્રમુખ મહોલ - પ્રેમવતી ખાતે સાંજે ૪ થી ૬ દરમિયાન રક્તદાન કેમ્પમાં જોડાઈને રક્તદાન કરવા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ અપીલ કરી હતી.