IMG-20240505-WA0008(1)

આણંદ જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

આણંદ જિલ્લામાં  રંગોળી થકી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે રંગોળી બનાવીને ‘’ VOTE FOR ANAND’’નો સંદેશ આપવામાં આવ્યો

જિલ્લાના સાત વિધાનસભા મતવિસ્તારોમાં રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો

આણંદ ટુડે | આણંદ,
 આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર સમગ્ર આણંદ સંસદીય મતવિસ્તારમાં મતદારો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરાયા છે. 

ચૂંટણી એ લોકશશાહીનો સૌથી મોટો ઉત્સવ ગણાવામાં આવી રહ્યો છે. આ ઉત્સવમાં કોઈ પણ જાતિ,ધર્મ કે પ્રાંતના ભેદભાવ વગર મતાધિકાર ધરાવતા નાગરિકો સહભાગી થાય છે. 

આણંદ જિલ્લાના મતાધિકાર ધરાવતા તમામ નાગરિકો ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત આપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સહભાગી થાય તે માટે  જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત  મતદાન જાગૃતિના અનેક પહેલો કરવામાં આવી રહી છે. 

મતદાન જાગૃતિની પહેલ અંતર્ગત જિલ્લામાં આવેલ અનેક જાહેર  સ્થળોએ મતદાન જાગૃતિ કેળવાય તે માટે રંગોળી દોરવામાં આવી છે.જેમાં આણંદ જિલ્લા કલેકટરાલય ખાતે રંગોળી બનાવીને ‘’ VOTE FOR ANAND’’નો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશેષમાં મારો મત મારો અધિકાર’’ Anand Will Vote  On 7th  May’’, Vote For Better India  જેવા સ્લોગન ધરાવતી રંગોળી પણ દોરવામાં આવી હતી. 

આ ઉપરાંત તાલુકા પંચાયત પેટલાદ ખાતે ’’ હું મતદાન અવશ્ય કરીશ’’ , ખંભાત મતવિસ્તારમાં આવેલ સરકારી ઓફિસોમાં "વોટ ફોર ખંભાત" ,બોરસદ ખાતે તથા  જિલ્લાની નગર પ્રાથમિક શાળામાં,શિંહોલ પ્રાથમિક શાળામાં, સ્માર્ટ બજાર તથા અન્ય મોટા મોલ્સ ખાતે પણ રંગોળી પૂરીને મતદાન જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 

આમ, આણંદ જિલ્લામાં ચૂંટણીના દિવસે એટલે કે સાતમી મે ના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી મતદારો મહત્તમ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ માટેના  વિવિધ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
-૦-૦-૦-