ગુજરાત સ્થાપના દિને આણંદ જિલ્લા પુરવઠા વિભાગની અનોખી પહેલ
વૃધ્ધાશ્રમમાં રહેતા નિરાઘાર, ઘરવિહોણા વૃધ્ધોને સ્વાવલંબી બનાવવા
ગુજરાત સ્થાપના દિને આણંદ જિલ્લા પુરવઠા વિભાગની અનોખી પહેલ
વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ સમાવેશ કરાયો
આણંદ,
વૃધ્ધાશ્રમમાં રહેતા નિરાઘાર, ઘરવિહોણા વૃધ્ધોને સ્વાવલંબી બનાવવા આણંદ જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીના માર્ગદર્શન નીચે ગુજરાત સ્થાપના દિને આણંદ જિલ્લા પુરવઠા વિભાગે અનોખી પહેલ કરી છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અન્વયે આણંદ જિલ્લામાં તા.૧ લી મે ના રોજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વૃઘ્ઘાશ્રમમાં રહેતા નિરાઘાર વૃધ્ધોને સ્વાવલંબી બનાવવા માટે એક નવી પહેલના ભાગરૂપે તેમને NFSA રેશનકાર્ડ બનાવી આપવામાં આવ્યા છે.
આ નવી પહેલની વિગતો આપતા જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીએ જણાવ્યુ હતુ કે, આણંદ જિલ્લામાં કુલ ૭ વૃધ્ધાશ્રમો આવેલ છે. તે વૃધ્ધાશ્રમમાં રહેતા નિરાઘાર, ઘરવિહોણા વૃધ્ધોને સ્વાવલંબી બનાવવાના ઉમદા ઉદેશથી આ વૃઘ્ઘો પૈકી પાત્રતા ઘરાવતા કુલ ૨૯ વૃધ્ધોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવેશ કરી તેમના રેશનકાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. આ તમામ વૃધ્ધજનોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હવે નિયમિત અનાજનો પુરવઠો મળશે.
નોંધ સમાચારમાં પ્રતિકાત્મક તસવીર
*****