આણંદ ખાતે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા થીમ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રિનિંગ કેમ્ય યોજાયો
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મૂહિમ
આણંદ ખાતે "ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા" થીમ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રિનિંગ કેમ્ય યોજાયો
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદ ખાતે મીડિયા કર્મીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું
આણંદ,શુક્રવાર
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મૂહિમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અને રાજ્ય સરકારના ઉપક્રમે રાજ્યના તમામ મીડિયા કર્મીઓના હેલ્થ ચેક અપ" ફીટ ઇન્ડિયા, ફિટ મીડિયા" કાર્યક્રમ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.
જે અન્વયે આણંદ જિલ્લામાં પણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓનું આરોગ્યની સ્ક્રીનિંગ કાર્યક્રમ જીલ્લા માહિતી કચેરી આણંદના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ, એસ. યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામીન બી- ૧૨, વિટામિન ડી, ડાયાબિટીક માર્કર, ૫૦ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ,૩૫ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સરે ચેસ્ટ તથા ઇસીજી વગેરે પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.
વધુમાં ૩૫ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટે પણ બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી તથા સર્વાઇકલ કેન્સર માટે પીએપી એસમિયર ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લાના ૨૭ જેટલા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પોતાના આરોગ્યનું સ્ક્રીનીંગ કરાવીને કેમ્પનો લાભ લીધો હતો.જે પૈકી ૧૮ જેટલા મીડિયા કર્મીઓએ ઈસીજી તથા એક્સ- રેનો રિપોર્ટ કરાવ્યો હતો.
આ વેળાએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,ગુજરાત ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના લેબ સુપરવાઇઝરશ્રી સર્વશ્રી સૂચીતા શર્મા, પ્રકાશભાઈ પરમાર, ગૌતમભાઈ પરમાર તથા આણંદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન દેવેન્દ્રભાઈ પટેલે અને વૈશાલીબેન ચૌહાણ વગેરેએ સેવા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, આણંદના નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવે, માહિતી વિભાગના કર્મીઓ અને જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
-૦-૦-૦-