IMG_20240810_164723

આણંદથી અમેરિકા હવાલા કૌભાંડમાં બે શખ્સોની ધરપકડ

આજના મહત્વના સમાચાર

આણંદથી અમેરિકા હવાલા કૌભાંડમાં બે શખ્સોની ધરપકડ

આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે. અમેરિકામાં રહેતા લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આણંદથી સમગ્ર કૌભાંડનું સંચાલન થતું હતું. ડાર્ક વેબ થકી સિનિયર સિટીઝનોને ધમકાવીને ડોલર પડાવવામાં આવતા હતા. બાકરોલ અને વલાસણના બે લોકો પાસે કરોડ કરતા વધુ રકમનો ટોળકીએ હવાલો પડાવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં 9 શસ્ખોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધધવામાં આવી છે.સમગ્ર કૌભાંડમાં પામોલનો કુખ્યાત જૈમીન ઉર્ફે પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા છે. સમગ્ર કૌભાંડમાં જૈમીન રબારી, મિહિર દેસાઈ, રિયાઝ અમદાવાદી, ધવલ ભુવજી, અજજુ તેમજ વિશાલ ભરવાડ, કરણ માછી, રિયાઝ તેમજ બે અન્ય શખ્સ સામેલ હતા. પોલીસે 9 પૈકી બે શખ્સો પપ્પુ રબારી અને વિશાલ ભરવાડને ધરપકડ કરી છે.

ત્રણ સ્મગલરોની પાસેથી એક એવો પદાર્થ ઝડપાયો પોલીસ પણ ચોકી ઉઠી

બિહારના ગોપાલગંજથી એક ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યો છે. પોલીસે યુપી બોર્ડ પાસે આવેલ બેલથરી ચેક પોસ્ટ પાસેથી ત્રણ સ્મગલરોની પાસેથી એક એવો પદાર્થ ઝડપ્યો છે, જેના કારણે સમગ્ર દેશ ચોંકી ગયો છે.માત્ર 50 ગ્રામની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા છે. જોકે, ગોપાલગંજ પોલીસે 850 કરોડ રૂપિયાના આ રેડિયો એક્ટિવ પદાર્થ કેલિફોર્નિયમ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

વડોદરા ડિવિઝનના 72 રેલવે સ્ટેશનો પર  ટિકિટ માટે  QR કોડની સુવિધા

વડોદરા રેલવે ડિવિઝન  દ્વારા ડિજિટલ ઇન્ડિયા નું સ્વપ્ન વધુ મજબુત બનાવવા માટે ક્યૂ આર કોડ થકી પેમેન્ટ કરી શકાય તેવી અત્યાધુનિક સુવિધા મુસાફરોને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ડિવિઝન અંતર્ગત આવતા 72 સ્ટેશનો પર આ કામ પ્રગતિ હેઠળ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આમ થવાથી માત્ર સ્કેન કરીને ટિકિટ ભાડાની ચુકવણી કરી શકાશે.

બનાસકાંઠા બાદ નડિયાદના હાથજ ના શિક્ષિકા ચાલુ નોકરીએ વિદેશ પહોંચી ગયા !

ખેડાના નડિયાદના હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોનલ પરમાન નામના શિક્ષક 1 સપ્ટેમ્બર 2023થી કોઈ જાતની એનઓસી કે પૂર્વ મંજૂરી વિના ખોટી રીતે પરદેશ ગયા છે. આ શિક્ષિકા સોનલને નોટિસ આપ્યા છતાં તેઓ ફરજ પર હાજર થયા નહોતા. આ અંગેનો લેખિત રિપોર્ટ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી નડિયાદ દ્વારા કરવામાં આવ્યો હતો. જેની માહિતી જૂની નોટિસમાં જણાવવામાં આવી છે.

ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. -શિક્ષણમંત્રી

નવસારીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકો અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ શાળાઓમાં ઓરડાઓની ઘટ છે તે અંગે પણ માહિતી મંગાવવામાં આવી છે. 

કાવડયાત્રી નો સ્વાંગ ધારણ કરી પોલીસે બે આરોપીની કરી ધરપકડ

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એલ. એન્ડ ટી કંપનીના યાર્ડ માંથી ₹5.87 કરોડની મત્તાની ઘરફોડ ચોરીની ઘટનામાં વધુ બે આરોપીઓની સુરત પોલીસે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી હતી. જે બંને ટીમો ઉત્તર પ્રદેશના હરદોય અને ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આરોપીઓની સતત વોચમાં હતી.જે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે હજીરા પોલીસની ટીમે કાવડયાત્રી નો સ્વાંગ ધારણ કરી ધરપકડ કરી હતી.

પાણી છોડાતા કાંઠાના ગામને એલર્ટ કરાયા

વડોદરાના નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ અને દેવ ડેમમાથી પાણી છોડવાને લઇ એલર્ટ કરાયા છે. ઢાઢર નદીના કિનારે આવેલ 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોમાં અલર્ટ પર મૂકાયા છે. નદીમાં પૂર આવવાની સ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે.

કોરોનામાંથી છૂટકારો મળી ગયાનું માનતા હોય તો ચેતી જજો. !

બે વર્ષ સુધી સમગ્ર વિશ્વને બાનમાં લેનાર અને લાખો લોકોને ભરખી જનાર કોરોનામાંથી છૂટકારો મળી ગયાનું માનતા હોય તો ચેતી જજો. વિશ્વના 84 દેશોમાં પોઝીટીવ કેસોની સંખ્યા ઝડપભેર વધવા લાગી છે અને નવા ખતરનાક વેરિએન્ટ વિશે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી જાહેર કરી છે એટલું જ નહીં વધુ ગંભીર વેરીએન્ટસ દેખાવાની પણ લાલબતી ધમી છે.

બાંગ્લાદેશ-સંયુક્ત રાષ્ટ્રએ હિન્દુ સમુદાયો પર હુમલાની કરી નિંદા 

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રએ કડક વલણ અપનાવ્યું છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન લઘુમતી હિન્દુ સમુદાય પર ભારે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં મહિલાઓ અને યુવતીઓ પર દુષ્કર્મ, લોકોની હત્યા, ઘર સળગાવવા, તોડફોડ, હુમલો વગેરે જેવા કૃત્યોનો સમાવેશ થાય છે. હિન્દુઓ પર હુમલાની આ ઘટનાઓ વચ્ચે, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું કે તેઓ વંશીય આધાર પર કોઈપણ પ્રકારના હુમલા અથવા હિંસા ભડકાવવાની વિરુદ્ધ છે. તેઓએ આ માટે બાંગ્લાદેશના લોકોને નિશાન બનાવ્યા છે.હવે સંયુક્ત રાષ્ટ્રએ હુમલાની નિંદા કરી છે.

'વડોદરા દર્શન' બસ સેવા ફરીથી શરૂ કરવા વિચારણા 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા 8 વર્ષ પહેલા જ બંધ થઈ ચૂકેલી 'વડોદરા દર્શન' બસ સેવા ફરીથી શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. જેને લઈને વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.હકીકતમાં આજથી 8 વર્ષ અગાઉ 2016માં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના સહયોગથી 'વડોદરા દર્શન' બસ સેવા શરૂ કરવામાં આવી હતી.