આણંદ જિલ્લામાં કોરોના ના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, આંક પાંચ પર પહોંચ્યો
સાવધાન જિલ્લાવાસીઓ
આણંદ જિલ્લામાં કોરોના ના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, આંક પાંચ પર પહોંચ્યો
વિદ્યાનગર અને આણંદમાં કોરોનાના એક એક દર્દી, બંને દર્દીની હાલત સ્થિર -આરોગ્ય વિભાગ
આણંદ
આણંદ જિલ્લામાં ફરી એક વખત કોરોના ધીમી ગતિએ માથું ઊંચકી રહ્યો છે. આજે ગુરૂવારના રોજ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વિદ્યાનગર અને આણંદમાં કોરોનાના એક એક દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે જ જિલ્લામાં કોરોના નો કુલ આંક પાંચ ઉપર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૧૬મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૩૯૬૧ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૦૭૯૧૯ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૦૪૨ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૫૯૮૨ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે
આણંદ જિલ્લામાં ગુરુવારના રોજ કોરોનાનો બે પોઝિટિવ કેસ નોંધાતા હાલ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૦૫ થવા પામી છે. હાલ આ તમામ પાંચ દર્દીની હાલત સ્થિર છે. આજે આર.ટી.પી.સી.આર ના ૯૩ ટેસ્ટ અને ૨૭ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.