SAVE_20240521_165138

આજની 10 મહત્વની ખબર

આજની 10 મહત્વની ખબર

કામદારો માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો આદેશ

કાળઝાળ ગરમીમાં પેટીયું રળતા શ્રમિકો માટે ગુજરાત સરકારે મહત્ત્વનો આદેશ કર્યો છે. હવેથી ગરમીના સમયમાં મજૂરો, શ્રમિકો, કામદારોને બપોરના 4 કલાક કામમાંથી મુક્તિ આપવી પડશે.
શ્રમિકોને વિવિધ જોખમો સામે રક્ષણ મળી રહે તે માટે આ કાયદા પ્રમાણે બપોરે 1 થી 4 કલાક દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તડકાની સીધી અસર પડે છે ત્યાં બાંધકામ પ્રવૃત્તિ કરાવનારા બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોને જૂન મહિના સુધી આ સમયગાળા પુરતો આરામ કે વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે. 

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ 15 વ્યક્તિઓનો જીવ લીધો

ગુજરાતમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10 વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે વડોદરામાં વધુ ત્રણ વ્યક્તિના મોત થયા છે. સુરતમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે.


દત્તક દીકરાએ  માતા સાથે અફેર કર્યું,અને આવ્યો કરૂણ અંજામ

તાજેતરમાં બ્રાઝિલમાં બનેલી ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. અહીં એક માતાનું તેના જ દત્તક દીકરા સાથે અફેર હતું. બંને વચ્ચે ઘણા વર્ષોથી શારીરિક સંબંધો હતા. જ્યારે પુત્રએ કથિત રીતે સંબંધને આગળ વધારવાની ના પાડી તો મહિલાએ ગુસ્સામાં આવીને તેની હત્યા કરી નાખી.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, માતાએ તેના પુત્રને માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

ભાજપને 295 થી 315 બેઠકો જીતવાની આશા -ઈયાન બ્રેમર

અમેરિકાના પ્રસિદ્ધ રાજકીય નિષ્ણાત અને રિસ્ક એન્ડ રિસર્ચ કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રુપના સ્થાપક ઈયાન બ્રેમરે ઈન્ટરવ્યુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, 'યુરેશિયા ગ્રુપના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભાજપને 295 થી 315 બેઠકો જીતવાની આશા છે.

ગુજરાતના આકાશમાંથી અગનવર્ષા વરસી ,6 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર

અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો ભારે ગરમીથી તોબા પોકારી રહ્યાં છે. હજુ પણ આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે ભારે…કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓએ થવું પડશે હેરાન.સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાનમાં સેકાયું હિંમતનગર. સુરેન્દ્રનગરમાં 45.4, અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ગરમી નું તાપમાન નોંધાયું હતું

રાજસ્થાનમાં ભીષણ ગરમીનો કહેર,પારો 50 ડીગ્રીને પાર

ભયાનક ગરમીમાં સપડાયેલા ભારતના મોટાભાગના રાજયોને હીટવેવની હાલતમાંથી કોઈ રાહત મળતી નથી અને તાપમાનનો પારો વધુને વધુ ઉંચે ચડતો રહ્યો હોય તેમ રાજસ્થાનમાં પારો 50 ડીગ્રીને પાર થઈ ગયો હતો. વિશ્વના સૌથી ગરમ 15 શહેરોમાં 10 શહેરો માત્ર ભારતના રહ્યા છે. ભીષણ ગરમીનો કહેર હજુ યથાવત જ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું આવશે.

ભારતમાં ચોમાસાની શરૂૂઆત કેરળથી થાય છે જે આ વખતે 30 મે સુધીમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય પરંતુ આ વર્ષે 30 મે પહેલા જ 22 મેના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. જો આ જ ગતિએ ચોમાસુ આગળ વધશે અને સમુદ્રામાંથી પણ સપોર્ટ મળશે તો ચોમાસું ગુજરાતમાં પણ વહેલુ આવી જશે આગામી11થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં પ્રવેશે તેવું હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું.


ગુજરાત સરકાર નવા જંત્રીના દરો ટૂંક સમયમાં લાગૂ કરી શકે છે.

ગુજરાત સરકાર હવે રાજ્યમાં વધુ એક માળખુ બદલવાની તૈયારીમાં છે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી જંત્રીને લગતા દરોમાં ધરખમ ફેરફાર સાથે નવા દરો લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે. માહિતી પ્રમાણે, ગુજરાત સરકાર નવા જંત્રીના દરો ટૂંક સમયમાં લાગૂ કરી શકે છે. સુત્રો અનુસાર, ઓગસ્ટ માસ સુધીમાં નવા જંત્રીના દરો લાગૂ થઇ જશે, આ સમગ્ર પદ્ધતિને એક સાયન્ટિફિક સર્વે બાદ લાગુ કરવામાં આવશે.

ધૂણતા-ધૂણતા ભૂવાજી નું હાર્ટ અટેકથી મોત થયું

મોરબીમાં  ભૂવા તરીકે ઓળખ ધરાવનાર એક  વ્યક્તિનું ધૂણતા-ધૂણતા હાર્ટ અટેકથી મોત થયું. મૃતક પીઠાભાઇ મકવાણા ભૂવા તરીકે આસપાસના વિસ્તારમાં જાણીતા હતા. દરમ્યાન એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ધૂણી રહ્યા હતા તે દરમ્યાન અચાનક જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું મોત નિપજ્યું હતું. તેમના આકસ્મિક મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મુંબઈ - કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 4ના મોત, 45 લોકો ઇજાગ્રસ્ત

મુંબઈ નજીક થાણેના ડોમ્બિવલીમાં ગુરુવારે MIDC ફેઝ 2 સ્થિત કેમિકલ ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી. કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 4ના મોત, 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

૦૦૦૦૦૦૦