મેવાડના શુરવીર રાજા મહારાણા પ્રતાપની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 19 જાન્યુઆરી Dt. 19 JANUARY
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
મેવાડના શુરવીર રાજા મહારાણા પ્રતાપની આજે પુણ્યતિથિ
રાજસ્થાનનાં કુંભલગઢમાં જન્મેલ મેવાડનાં પ્રતાપી રાજા મહારાણા પ્રતાપનું ચાવંડ ખાતે અવસાન (1597)
ચિત્તોડનાં સિસોદિયા વંશનાં શાસકોમાં મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબર સામે છેલ્લે સુધી અણનમ વીરની જેમ લડતાં રહ્યાં હતાં
અકબર મેવાડમાં મુઘલસત્તા સ્થાપવા માગતો હોવાથી, મેવાડ અને દિલ્હી વચ્ચે યુદ્ધ થયાં, તેમાં હલ્દીઘાટીનાં મેદાનમાં થયેલું યુદ્ધ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે અને હલ્દીઘાટીનાં મેદાનમાં થયેલા આ યુદ્ધે મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડાને અમર નામના આપી છે
ઈ.સ.1576નાં હલ્દીઘાટીનાં યુદ્ધ બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયાં અને જીવનનાં અંત સુધી યુદ્ધ કરતાં રહ્યાં, બાદમાં ડુંગરપુરનાં ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી હતી
* શરૂઆતમાં 'આચાર્ય રજનીશ' (ચંદ્ર મોહન જૈન) તરીકે અને બાદમાં પોતાને 'ઓશો' તરીકે ઓળખાવેલ તત્વજ્ઞાનીનું પુણે ખાતે અવસાન (1990)
તેઓ તેમના નવા ધાર્મિક (આધ્યાત્મિક) ચળવળ માટે પ્રખ્યાત બન્યા હતા અને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા
* 'ધ હિંદુ' અખબાર (20 સપ્ટેમ્બર 1878)ના સ્થાપક ગણપતિ દીક્ષિતર સુબ્રમણિયા ઐય્યરનો જન્મ (1855)
તમિલ ભાષાના અખબાર 'સ્વદેશમિત્રન'ની પણ તેમના દ્વારા 1882માં સ્થાપના કરવામાં આવી હતી
* દિલ્હી સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત (જન્મ વલસાડ) ગુજરાતી વિવેચક, સંપાદક અને અનુવાદક નગીનદાસ નારણદાસ પારેખ (‘ગ્રંથકીટ’)નું અવસાન (1993)
* કર્ણાટકનાં લોકપ્રિય કિરણ ઘરાનાં શૈલીમાં માસ્ટર હિન્દુસ્તાની ક્લાસિકલ ગાયક પંડિત સવાઈ ગંધર્વ (રામચંદ્ર કુંડગોલકર સૌંશી ઉર્ફે ‘રામભાઉ’) નો જન્મ (1886)
* પાકિસ્તાનના લાહોરમાં જન્મેલ અને ભારતની ક્રિકેટ ટીમ તરફથી ૧ ટેસ્ટ (ચેનૈઈ ખાતે 1960માં ઓસ્ટ્રેલિયા સામે) રમનાર મન મોહન સુદનુ દિલ્હી અવસાન (2020)
* વરાળનાં એન્જિનની શોધ કરનાર વિજ્ઞાની જેમ્સ વોટનો સ્કોટલેન્ડનાં ગ્રીનલોકમાં જન્મ (1736)
* દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત અભિનેતા સૌમિત્ર ચેટર્જીનો કોલકાતા ખાતે જન્મ (1935)
જેમણે 2001માં રાષ્ટ્રીય પુરસ્કારનો ઇનકાર કર્યો હતો અને તેમને 2011માં ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા
* ભારતીય ફિલ્મોના દિગ્દર્શક અને અભિનેતા માસ્ટર વિનાયક (વિનાયક દામોદર કર્ણાટકી)નો કોલ્હાપુર ખાતે જન્મ (1906)
* ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની એકમાત્ર પુત્રી ઈન્દિરા ગાંધીને ભારતના ત્રીજા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા (1966)
>>>> સંકલન : વિજય એમ. ઠક્કર