અયોધ્યાના દિવ્ય રામ મંદિરમાં આજે રામલલાનો રાજ્યાભિષેક થયો હતો,રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ
આજ કલ ઓર આજ
તા. 22 જાન્યુઆરી : 22 January
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
અયોધ્યાના દિવ્ય રામ મંદિરમાં આજે રામલલાનો રાજ્યાભિષેક થયો હતો,રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ
* અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024એ કૂર્મ દ્વાદશીના દિવસે ભવ્ય અને દિવ્ય મંદિરમાં રામલલાનો રાજ્યાભિષેક થયો હતો. અને રામલલા મંદિરમાં બિરાજમાન થયા હતા. જો કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ 22 જાન્યુઆરીની જગ્યાએ 11 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે
* ગુજરાતી રંગભૂમિનાં ભીષ્મ પિતામહ ગણાતા જયશંકર ‘સુંદરી’ ની આજે પુણ્યતિથિ. ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક’ અને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત ગુજરાતી રંગભૂમિનાં ભીષ્મ પિતામહ ગણાતા અને આત્મકથાકાર જયશંકર ‘સુંદરી’ (જયશંકર ભૂદરદાસ ભોજક)નું વિસનગર ખાતે અવસાન (1975)
મુંબઈનાં થિયેટરમાં લગભગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીનાં વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી
* ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી પદે 20 વર્ષ સેવા આપનાર અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા માણીક સરકારનો ત્રિપુરાના ઉદયપુર (રંગમતી) ખાતે જન્મ (1949)
* બોલિવૂડ ફિલ્મોના લેખક, અભિનેતા અને દિગ્દર્શક નિરજ વોરાનો ભુજ ખાતે જન્મ (1963)
*
* ભારતના વિખ્યાત યુ-ટ્યુબર (10 મિલિયન સબ્સક્રાઈબર મેળવનાર પ્રથમ ભારતીય) ભૂવન બામનો વડોદરા ખાતે જન્મ (1994)
* બોલિવૂડ ફિલ્મોના લોકપ્રિય અને સફળ નિર્માતા, અભિનેતા વિજય આનંદ (ગોલ્ડી)નો પંજાબના ગુરદાસપુર ખાતે જન્મ (1934)
* પનામા દેશ માટે (5 ટી-20 મેચ) રમનાર દિનેશભાઈ આહીરનો નવસારી ખાતે જન્મ (1981)
* ભારતના ક્રિકેટ ખેલાડી જયંત યાદવનો દિલ્હી ખાતે જન્મ (1990)
* ગુજરાતી લેખક, શિક્ષણશાસ્ત્રી અને સંપાદક વિદ્યાપુરુષ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો અમદાવાદમાં જન્મ (1869)
* અમેરિકન ફિલ્મ ડિરેક્ટર અને ‘ફિલ્મ ટેકનિકનાં પિતા’નું બિરુદ પ્રાપ્ત કરનાર ડેવિડ વોર્ક ગ્રિફિથનો અમેરિકાનાં ઓલ્ડહામ કાઉન્ટીમાં જન્મ (1875)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી (અને લોકપ્રિય તેલુગુ અભિનેતા મહેશ બાબુના પત્ની) નમ્રતા શિરોડકરનો મુંબઈ ખાતે જન્મ (1972)
* એંગેજ્ડ બુદ્ધિઝમના અભ્યાસુ, બૌદ્ધ સાધુ તિક ન્યાટ હન્હનું અવસાન
* પત્ની મુમતાઝમહલનાં અવસાન પછી તેની યાદમાં વિશ્વપ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવનાર મુઘલ બાદશાહ શહાબુદ્દીન મહંમદ ખુર્રમ શાહજહાંનું અવસાન (1666)
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત સંગીતકાર શાંતનુ મોઈત્રાનો લખનઉ ખાતે જન્મ (1968)
* સંગીત નાટક અકાદમી ફેલોશિપથી સન્માનિત સંગીતકાર, કવિ અને યોગી દિલીપ કુમાર રોય નો પશ્ચિમ બંગાળમાં જન્મ (1897)
* ગુજરાતી સાહિત્યકાર હરીલાલ ઉપાધ્યાયનો મુંબઈ ખાતે જન્મ (1916)
* ભારતના ડોમેસ્ટીક ક્રિકેટ ખેલાડી (મુંબઈ, ઝારખંડ, હિમાચલ પ્રદેશની ટીમ માટે રમનાર) ભાવિન ઠકકરનો મુંબઈ ખાતે જન્મ (1982)