આણંદ ખાતે ૧૪ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે
દેશનું ગૌરવ - દેશનું અભિમાન - તિરંગો હર ઘરની શાન
આણંદ ખાતે ૧૪ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે
જિલ્લાભરમાં તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાશે “હર ઘર તિરંગા”
આણંદ સ્થિત ટાઉનહોલ ખાતેથી સવારે ૭ કલાકે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે
આણંદના નગરજનોને તિરંગા યાત્રામાં સહભાગી બનવા અનુરોધ
આણંદ,
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી લોકોમાં દેશદાઝની ભાવના જાગે તે માટે તા. ૧૪ મી ઓગસ્ટના રોજ સવારે ૦૭-૦૦ કલાકે ટાઉનહોલ, આણંદ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન લીલીઝંડી બતાવીને મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
આ તિરંગા યાત્રા ટાઉનહોલ, આણંદ ખાતેથી નીકળીને વિદ્યાનગર રોડ ખાતેથી પસાર થઈ ભાઈ કાકા સ્ટેચ્યુ પાસે સમાપ્ત થશે જે, આણંદ-વિદ્યાનગર રોડ ઉપર ૨.૫ કિલોમીટર ફરશે. આ તિરંગા યાત્રામાં પોલીસ અને હોમગાર્ડના જવાનો, એન.સી.સી કેડેટ્સ તેમજ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ તિરંગા યાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
(પ્રતિકાત્મક તસવીર સોર્સ બાય google)
*****