નરેન્દ્ર મોદી સરકારના આ 9 વર્ષ અંત્યોદય ઉદ્ધારના છે-આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ
નરેન્દ્ર મોદી સરકારના આ 9 વર્ષ અંત્યોદય ઉદ્ધારના છે.- આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ
ભાજપની કેન્દ્ર સરકાર શાસનના 9 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આણંદ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા આ અંગે બેઠક યોજવામાં આવી
આણંદ જિલ્લામાં પીએમ મુદ્રા યોજના અંતર્ગત 5 લાખથી વધુ લાભાર્થીઓને લોનની સુવિધા પ્રદાન કરવામાં આવી ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોના ઘરનું સપનું સાકાર થયું
આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય કવચ ઘરે ઘરે પહોચ્યા
આણંદ
ભાજપની કેન્દ્ર સરકાર શાસનના 9 વર્ષની ઉજવણી કરી રહી છે.આણંદ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા આ અંગે બેઠક યોજવામાં આવી હતી.આ તબક્કે સાંસદ દ્વારા નરેન્દ્ર મોદી સરકારની વિવિધ ક્ષેત્રમાં કરાયેલ વિકાસ અને ઉપલબ્ધિ પ્રજા સમક્ષ મૂકવામાં આવી હતી.આ ઉપરાંત આણંદમાં થયેલ વિકાસ અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓની વિગતો પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી સરકારના આ 9 વર્ષ અંત્યોદય ઉદ્ધારના છે.જન સુવિધાઓ અને જનતાને મળવાપાત્ર હકો ઘરે બેઠા પહોચાડવા કરવામાં આવેલ પ્રચંડ પુરુષાર્થના છે.વળી સરકારે આરોગ્ય ,ખેતી અને પશુપાલન,જળ વ્યવસ્થાપન,ગરીબ અને વંચિતો માટેની યોજનાઓ ,મહિલા સશક્તિકરણ,વિદેશનીતિ,ઇકોનોમી અને રીફોર્મ ,ઇન્ફ્રાસ્ટ્રકચર, પ્રવાસન ,સંસ્કૃતિ, શિક્ષણ ,રોજગાર,કાયદો અને વ્યવસ્થામાં સુધારો અને ઐતિહાસિક પ્રગતિ સાધી છે.
આ ઉપરાંત તેઓએ આણંદ જિલ્લામાં થયેલ પ્રગતિના આંકડા રજૂ કરતાં વધુમાં જણાવ્યું હતું કે આણંદ જિલ્લાને વિકાસની ઘણી ભેટ મળી છે અને અહીં નાગરિકોને વિકાસના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે.ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોના ઘરનું સપનું પૂર્ણ થાય તેના માટે પીએમ આવાસ યોજના હેઠળ આણંદના ગ્રામીણ વિસ્તારોમાં 5 હજારથી વધુ લાભાર્થીઓને મકાન આપવામાં આવ્યા છે.જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા 14 હજારથી વધુ લાભાર્થીઓના ઘરનું સપનું સાકાર થયું છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારની જલ જીવન મિશન યોજના હેઠળ આણંદમાં 98 હજારથી વધુ લાભાર્થીઓને ઘરે પાણી મળતું થયું છે. પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત આણંદમાં 600થી વધુ લાભાર્થીઓને 66 લાખથી વધુની રકમના વીમાની ચૂકવણી કરવામાં આવી છે.આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા કવચ આપવાનું કામ સરકારે કર્યું છે. આણંદમાં 48 હજારથી વધુ લાભાર્થીઓ સુધી તેનો ફાયદો પહોંચાડવામાં આવ્યો.8 હજાર 600થી વધુ લાભાર્થીઓએ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ગેરંટી વગર લોન આપવામાં આવી છે. પીએમ જનધન યોજના મારફતે 6 લાખથી વધુ લાભાર્થીઓના નિશુલ્ક ખાતા ખોલીને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત 2 લાખથી વધુ મહિલાઓને નિશુલ્ક એલપીજી કનેક્શન આપીને , ચૂલાના ધુમાડામાંથી કાયમી મુક્તિ આપી છે. પીએમ ઉજાલા યોજના અંતર્ગત 1 લાખથી વધુ લાભાર્થીઓને એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.પીએમ મુદ્રા યોજના અંતર્ગત 5લાખથી વધુ લાભાર્થીઓને લોનની સુવિધા પ્રદાન કરવામાં આવી છે.ઉદ્યોગોની ડિમાન્ડ પ્રમાણે યુવાઓનોની અંદર કૌશલ્ય નિર્માણ કરવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આણંદમાં 1700થી વધુ યુવાનોએ લાભ મેળવ્યો છે. જેવી અનેક યોજનાઓ ના લાભ સીધા લાભાર્થીઓ ને આપવામાં સરકારે સતત કાર્ય કરી ને સાચા અર્થમાં 9 વર્ષ માં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જે સેવા યજ્ઞ હજુ પણ આગામી સમયમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ચાલુ રહેશે.