IMG_20230505_155538

તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. ૭ - મે ના રોજ યોજાશે

તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. - મે ૨૦૨૩ ના રોજ યોજાશે

આણંદ જિલ્લાના ૫૮ પરીક્ષા કેન્દ્રો પરથી ૨૨,૫૦૦ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે

આણંદ
આણંદ જિલ્લામાં આગામી રવિવારના તા. ૭ મે ના રોજ જિલ્લાના ૫૮ પરીક્ષા કેન્દ્રોના ૭૫૦ વર્ગખંડોમા ૨૨,૫૦૦ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનાર છે, જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ. ગઢવી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પરીક્ષાનું સુચારુ આયોજન થાય તે માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. 

આ પરીક્ષા માટે જિલ્લામાં ૧ સ્ટ્રોંગ રૂમ, ૧ ઓબ્ઝર્વર, ૩ નાયબ કો-ઓર્ડીનેટર, ૧ સ્ટ્રોંગ રૂમ નોડલ ઓફિસર, ૧ સ્ટ્રોંગ રૂમ કંટ્રોલર, દરેક પરીક્ષા કેન્દ્ર દીઠ ૧ કેન્દ્ર નિયામક, ૧ બોર્ડ પ્રતિનિધિ, ૧ સીસીટીવી ઓબ્ઝર્વર, અંદાજે ૩-૪ પરીક્ષા કેન્દ્ર દીઠ ૧ રૂટ સુપરવાઇઝર, વર્ગખંડ દીઠ એક ઇન્વીજીલેટર તેમજ પરીક્ષા કેન્દ્ર દીઠ ૨ પી.એસ.આઇ./એ.એસ.આઇ. તથા  ૨ મહિલા અને ૨ પુરૂષ પોલીસ કોન્સ્ટેબલની નિમણૂંક કરવામાં આવી હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિએ જણાવ્યું છે.
*****