આણંદની ૧૨ હાઇસ્કુલો ખાતે ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-૩ ની પરીક્ષા યોજાશે
આણંદની ૧૨ હાઇસ્કુલો ખાતે ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-૩ ની પરીક્ષા યોજાશે
કુલ ૩૪૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તા.૨૫, ૨૬ અને તા. ૨૭ નવેમ્બરના દિવસ દરમિયાન ત્રણ દિવસ માટે પરીક્ષા યોજાશે.
આણંદ, રવિવાર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ વર્ગ- ૩ ની ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે ગ્રુપ એ ના ઉમેદવારોની બીજા તબક્કાની પરીક્ષા આણંદ અને વિદ્યાનગર શહેરી વિસ્તારની હાઈસ્કુલો ખાતે તા. ૨૫, ૨૬ અને તા. ૨૭ થી ત્રણ દિવસ માટે યોજાશે.
આ પરીક્ષા કુલ આણંદ અને વિધાનગરના ૧૨ બિલ્ડિંગો ખાતે ૧૪૩ બ્લોકમાં યોજવામાં આવશે જેમાં ૩૪૩૨ ઉમેદવારો પરીક્ષા આપશે, પરીક્ષા નો સમય બપોરના ૧૫-૦૦ કલાક થી ૧૮-૦૦ કલાક સુધીનો રહેશે.
તા.૨૫, ૨૬ અને તા. ૨૭ નવેમ્બરના દિવસ દરમિયાન આણંદ શહેરની ડી.એન. હાઈસ્કૂલ, કસ્તુરબા કન્યા વિદ્યાલય, ચરોતર ઇંગલિશ મીડીયમ સ્કુલ, યુનિટ ૦૧ અને યુનિટ ૦૨, આણંદ હાઈસ્કૂલ, સાલવેશન આર્મી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, જે.પી.ઠકકર હાઇસ્કુલ( ઇંગ્લીશ મીડીયમ), ટી. વી. પટેલ હાયર સેકન્ડરી, વિદ્યાનગર, આઈ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ (સેલ્ફ ફાઇનાન્સ) વિદ્યાનગર, એમ. યુ. પટેલ હાઇસ્કુલ અને સી.વી.એમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંકુલ (આરપીટીપી સાયન્સ સ્ટ્રીમ) વિદ્યાનગર ખાતે પરીક્ષા યોજાશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું છે.
****