ચરોતર ભોઈ સેવા સમાજનો સમુહલગ્નોત્સવ યોજાશે
ચરોતર ભોઈ સેવા સમાજનો સમુહલગ્નોત્સવ યોજાશે
લગ્ન વાચ્છુક જ્ઞાતિબંધુઓ ફોર્મ ભરવા સંપર્ક કરો-પ્રમુખ શનાભાઈ મેઘા
આણંદ
ચરોતર ભોઈ સેવા સમાજ સમૂહ લગ્ન સમિતિ વલ્લભ વિદ્યાનગર દ્વારા ૨૫મો સમૂહ લગ્નોત્સવ સંવત ૨૦૮૧ મહા સુદ વસંત પંચમીના દિવસે તા ૦૪/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ આયોજન કરેલ છે.આ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન વાચ્છુક જ્ઞાતિબંધુઓને તથા તેમના વાલી વારસોએ નીચે જણાવેલ સભ્યોનો સંપર્ક કરી રૂબરૂ માહિતી મેળવી લેવી જેથી લગ્નનું ફોર્મ ભરી શકાય.
સંર્પક
૧ -શનાભાઈ નાગરભાઈ મેઘા
મો- ૯૯૨૫૪ ૭૨૯૮૩
૨ - અશોકભાઈ મનુભાઈ ભોઈ
મા- ૯૯૨૫૪ ૪૦૬૬૫
સમાજના પ્રમુખ શનાભાઈ નાગરભાઈ મેઘા દ્વારા સમાજના સૌ જ્ઞાતિબંધુઓને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આપ સત્વરે ઉપરોક્ત સભ્યોને મળી લગ્નની નોધણી કરાવી શકો છો. અથવા સમાજના કાર્યાલય પર સંપર્ક કરી શકો છો .