આણંદ ખાતે પૂર્ણા દિવસની ઉજવણી
આણંદ ખાતે પૂર્ણા દિવસની ઉજવણી
મહિલાઓને માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા અને ગેરમાન્યતાઓ વિશેની સમજ અપાઈ
૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓએ માસિક સાયકલ અંગેનું બ્રેસલેટ બનાવ્યું હતું.
આણંદ,
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઈ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ
આણંદ જિલ્લામાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આંગણવાડી વર્કર દ્વારા સેનેટરી પેડ બનાવવાની પધ્ધતિ સમજાવવામાં આવી હતી તથા “Red Dot challenge” દ્વારા માસિક અંગેની માન્યતાઓ અને માનસિકતામાં બદલાવ લાવી કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓના સન્માન, સહકાર અને માસિક અંગેની સ્વચ્છતા અંગે જાણકારી આપવામાં આવી હતી.
આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પુર્ણા કન્સલ્ટન્ટ, બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા,પોષણ અભિયાન અને પા પા પગલી યોજનાના સ્ટાફ, આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર દ્વારા “Red Dot challenge” ના ભાગરૂપે હથેલીમાં “ Red Dot “ કરી હેશટેગ #we are committed to ending period stigma વાળા ફોટો શેર કરી “પૂર્ણા દિવસ” ની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. Red Dot chellenge દર્શાવે છે કે કિશોરી-સ્ત્રી માસિક સમય દરમિયાનની ગેરમાન્યતાઓ દુર કરવા કટીબદ્ધ છે.
પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓએ ભાગ લીધો હતો. કિશોરીઓએ માસિક સાયકલ અંગેનું બ્રેસલેટ બનાવ્યું હતું જેમાં લાલ રંગના ૦૫ અને સફેદ રંગના ૦૫ મણકા રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત માસિક સ્વચ્છતા અંગેની ક્વીઝ રમાડવામાં આવી હતી.વિજેતાઓને આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
પૂર્ણા દિવસે કિશોરીઓને સેનેટરી પેડ વાપરવા અંગેનું માર્ગદર્શન, ઉપલબ્ધતા અને નિકાલ કરવા માટે શું કરવું તેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા, માસિક વિશેની ગેરમાન્યતાઓતથા સ્વચ્છતાના પ્રકારો વિશે સમજણ આપી,હાથ ધોવાના ફાયદાઅને હાથ ધોવાની રીત શીખવવામાં આવી હતી ઉપરાંતક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ તે વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.
*****