વિદ્યાનગર સ્થિત RPTP સ્કૂલનું ગૌરવ
વિદ્યાનગર સ્થિત RPTP સ્કૂલનું ગૌરવ,વિદ્યાર્થીની હેન્વી પટેલનું બહુમાન કરાયું
રાજ્ય કક્ષા કલા ઉત્સવ ૨૦૨૪-૨૫માં શાસ્ત્રીય નૃત્ય ક્થ્થક વિભાગમાં આવી હતી પ્રથમ
હેન્વી પટેલનું પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને બહુમાન કરાયું
વિદ્યાર્થીની હેન્વી પટેલને રાષ્ટ્રીય કક્ષાએ પણ નોમીનેટ કરવામાં આવી
આણંદ ટુડે | આણંદ
વિદ્યાનગર સ્થિત આરપીટીપી સ્કૂલ ખાતે આજ રોજ તા. ૨૬ ડિસેમ્બરના રોજ "વીર બાળ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી
આ ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાએ કલા ઉત્સવ ૨૦૨૪-૨૫માં શાસ્ત્રીય નૃત્ય ક્થ્થક વિભાગમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીની હેન્વી પટેલનું પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને બહુમાન કરાયું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,સમાજ સુરક્ષા તથા બાળ સુરક્ષા જેવા વિભાગોના સંયુક્ત ઉપક્રમે આરપીટીપી સ્કૂલ ખાતે "વીર બાળ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાજ્ય કક્ષાએ કલા ઉત્સવ ૨૦૨૪-૨૫માં શાસ્ત્રીય નૃત્ય ક્થ્થક વિભાગમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીની હેન્વી પટેલનું બહુમાન કરાયું હતું.
વધુમાં, રાજ્ય કક્ષાએ કલા ઉત્સવ ૨૦૨૪-૨૫માં શાસ્ત્રીય નૃત્ય ક્થ્થક વિભાગમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીની હેન્વી પટેલને રાષ્ટ્રીય કક્ષાએ પણ નોમીનેટ કરવામાં આવતા ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તથા શાળાના આચાર્ય અને શિક્ષણગણ દ્વારા આગામી માસમાં ભોપાલ ખાતે યોજાનાર સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટેની શુભકામનોઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કામિની બેન ત્રિવેદી, બાળ સુરક્ષા અધિકારીશ્રી પાર્થભાઈ ઠાકર, સમાજ સુરક્ષાધિકારીશ્રી મયંકભાઈ ત્રિવેદી , શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ધાંધલિયા, શાળાના શિક્ષક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦-૦-૦-