PM મોદીએ સતત 11મી વાર લાલ કિલ્લા પરથી તિંરગો લહેરાવ્યો
આજના મહત્વના સમાચાર
PM મોદીએ સતત 11મી વાર લાલ કિલ્લા પરથી તિંરગો લહેરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પીએમ મોદીએ પણ રાષ્ટ્રને સંબોધન કર્યું, જેની થીમ 'વિકસિત ભારત @2047' હતી. તેનો ઉદ્દેશ્ય 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને આગળ વધારવાનો છે.લાલ કિલ્લા પર તિરંગો ફરકાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને નમન કર્યા હતા. સતત 11મી વાર PM મોદીએ લાલ કિલ્લા પરથી તિંરગો લહેરાવ્યો,
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. જેમાં 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું. વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર છે. ભારતની પહેલી સેમીકંડક્ટરની ચીપ ગુજરાતમાં બનશે. નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ છે. જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે વિરાસતથી વિકાસએ ગુજરાતનો મંત્ર છે. આદિકાળથી ગુજરાતમાં વેપાર વાણિજ્યની ઓળખ છે. 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂઆત થઈ હતી. મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ મકાનો જોડાશે. નર્મદાના પાણીથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે
તારાપુર ખાતે જિલ્લા કક્ષાના ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી
આણંદ જિલ્લાના તારાપુર ખાતે જિલ્લા કક્ષાના ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ જિલ્લા્ કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી
સુરતમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી. બાદમાં ધાક ધમકી આપીને કારખાનેદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને 1.73 લાખ પડાવી લીધા હતાં. પાંચ જેટલાં ઇસમોએ પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. જુગારનો કેસ ન કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઇ ગયા હતા. જુગાર રમતા ઈસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે ત્રણ આરોપીને પકડી ધરપકડ કરી હતી. અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
મહિલાને ફેસબુક પર 2 પ્રેમી 4 લાખમાં પડ્યા!
બિમાર દીકરીના સારા સ્વાસ્થ્ય માટે અમદાવાદ નરોડા વિસ્તારમાં રહેતા એક લાચાર પિતાએ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું. સાત વર્ષની દીકરી એક વર્ષથી બીમાર છે. જેથી એક બાપે પોતાની દીકરીની દવાની સાથે દુઆનો આશરો લેતા સારા સ્વાસ્થ્ય માટે બ્રહ્મચર્ય વ્રત પાળવાનું નક્કી કર્યું. પતિ પૂરતો સમય આપી ન શકતાં હોવાથી પત્ની એકલતા અનુભવવા લાગી. પોતાનું એકલતાપણું દૂર કરવા માટે પત્નીએ સોસિયલ મીડિયા ફેસબુકમાં અજાણ્યા લોકો સાથે વાતો કરતી અને ધીમી ધીમે બે શખ્સોના પ્રેમમાં પડી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં બનેલા બંને પ્રેમીએ મહિલાને બ્લેકમેઈલ કરીને 4 લાખ રૂપિયા પડાવ્યા. તમને જણાવી દઈએ કે મહિલા ડિપ્રેશનનો શિકાર હતી અને મનોચિકિત્સક પાસે દવા ચાલતી હતી.
મહિલાઓને હવે પીરિયડ્સમાં મળશે રજા, ભારતમાં ઓડિશા સરકારે કરી જાહેરાત
પીરિયડ્સ લીવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઓડિશા સરકારે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે એક દિવસની માસિક રજા એટલે કે પીરિયડ્સ લીવ શરૂ કરી છે. ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન પ્રવતી પરિદાએ કટકમાં આયોજિત જિલ્લા સ્તરીય સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરી છે.
અમેરિકામાં ગોળીબાર થતા વડોદરાના યુવકનું મોત
અમેરિકાના ગેસ સ્ટેશન પર થયેલા આડેધડ ગાળી બારમાં વડોદરાના યુવકનું મોત થયું છે. નોર્થ કેરોલિના પોલીસે આ મામલામાં ગોળીબાર કરનાર આરોપી સગીરની ધરપકડ કરી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ગુજરાતી સ્ટોર ધારકો પર હુમલાના બનાવો સતત થઈ રહ્યો છે. ત્યારે મૂળ વડોદરાના 36 વર્ષીય મોનાંક પટેલનું મોત થયું છે. મોનાંક વધુ અભ્યાસ માટે USમાં BBA કરવા માટે ગયો હતો.
ત્રિપુરામાં યોજાયેલી પંચાયત-ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો, ૯૭ ટકા બેઠક જીતી લીધી
ત્રિપુરામાં યોજાયેલી પંચાયત-ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સપાટો બોલાવ્યો હતો અને ૯૭ ટકા બેઠક જીતી લીધી હતી. ગ્રામપંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદમાં ૭૧ ટકા બેઠક BJPએ બિનહરીફ મેળવી હતી. બાકી રહેલી ૨૯ ટકા બેઠક પર ૮ ઑગસ્ટે મતદાન થયું હતું અને ગઈ કાલે મતગણતરી પૂરી થઈ હતી. ૬૦૬ ગ્રામપંચાયતમાંથી BJPએ ૫૮૪ બેઠક જીતી હતી.
ઉત્તરાખંડમાં કલકત્તાવાળી,નર્સ સાથે હૈવાનિયત, માથું ફોડી દુષ્કર્મ કર્યા બાદ કરી હત્યા
કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલા બાદ હવે ઉત્તરાખંડમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસનો પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાની બોર્ડર પર મળી આવેલી નર્સ તસ્લીમ જહાંને માર મારીને ઈજાગ્રસ્ત કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ બાદ દુપટ્ટા વડે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.
ગુજરાતમાં ફરી નકલી IPS અધિકારી ઝડપાયો
ગુજરાતમાં ફરી નકલી IPS અધિકારી ઝડપાવાની ઘટના સામે આવી છે. કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના નકલી IPSની ધરપકડ કરી છે. આરોપીએ તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહી 23 લાખ રૂપિયા પડાવ્યા હતા.