1000850452

૧ લી ફેબ્રુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આણંદના આંગણે

લી ફેબ્રુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આણંદના આંગણે

આણંદ જિલ્લાને મળશે વિવિધ પ્રકલ્પોની ભેટ,બોરસદ મુકામે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આણંદ, બુધવાર :
આગામી ૧ લી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જેને ધ્યાને લઇને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું સુચારુ આયોજન – અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાના બોરસદ મુકામે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવાના છે. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમોને ધ્યાને લઈ સબંધિત અધિકારીશ્રીઓને તેમના હસ્તકની કામગીરી સુચારૂ રૂપે થાય તે જોવા જણાવ્યું હતુ. 
તેમણે કાર્યક્રમના સ્થળ, હેલીપેડ, રસ્તા, ટ્રાફિક સહિતની આનુસાંગિક તમામ વ્યવસ્થાઓ સંદર્ભે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતુ. 
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને પોતાના કાર્યક્ષેત્ર અંતર્ગત કરવાની થતી કામગીરી પર ચર્ચા કરીને માહિતગાર કર્યા હતા.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.વી.દેસાઈ, બોરસદ પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલ, ખંભાત પ્રાંત અધિકારીશ્રી કુંજલ શાહ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦-૦-૦-