SAVE_20240528_201414

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું

આજની 10 મહત્વની ખબર

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું

નરેન્દ્ર મોદીએ આજે  વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું આપ્યું હતું અને કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી હતી .નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા  રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા પીએમ મોદીએ  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું મોદીએ કેબિનેટે 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી હતીઅત્રે ઉલ્લેખનીય છેકે લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે વડાપ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપવું પડે છે .પીએમ મોદી 8 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.

1 મતથી હાર ફરીથી મતગણતરી કરાવતા 48 મત થી જીત

મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર લડાઈ રસપ્રદ બની હતી. શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર માત્ર એક મતથી જીત્યા હતા. જોકે, શિંદે જૂથના ઉમેદવાર રવીન્દ્ર વાયકરે જેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે તેમની માંગ સ્વીકારી હતી. ફરી એકવાર મત ગણતરી શરૂ કરી હતી. જેમાં રવીન્દ્ર વાયકરને માત્ર 48 મતોથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.

સુરતમાં ફર્નિચરના વેપારીનું અપહરણ,1.9 લાખની લૂંટ, બે આરોપીની ધરપકડ

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફર્નિચરનું કામ બતાવવાનું છે કહીને કારમાં અવાવરું જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેની રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. સાથે જ મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યૂપીઆઈના પાસવર્ડ મેળવી લઈને ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને 1.9 લાખની લૂંટ ચલાવી હતી.આ ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. ગુજકાત એટીએસએ (Gujarat ATS) સ્થાનિક SOG અને B ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે.

વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને પાંચ પેટા ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે. જેમાં કોંગ્રેસને 26માંથી માત્ર 1 જ બેઠક મળી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં 62 વર્ષે બનાસકાંઠામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. ગેનીબેન ઠાકોરનો વિજય થતાં ખાલી પડેલી વાવ વિધાનસભા પર પેટા ચૂંટણી યોજવી પડશે.

પર્યટનન પ્રોત્સાહન આપવા અમેરિકાની વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત

અમેરિકામાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે, બાઈડેન પ્રશાસને વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. આ પ્રવેશ ફકત પસદં કરેલા દેશોના નાગરિકો માટે જ ઉપલબ્ધ હશે. આ હેઠળ, સૂચિમાં સામેલ દેશોના નાગરિકો પર્યટન હેતુ માટે વિઝા વિના અમેરિકામાં પ્રવેશ કરી શકે છે અને ૯૦ દિવસ સુધી રહી શકે છે.અમેરિકાએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિઝા ફ્રી એન્ટ્રીનો વિસ્તાર કર્યેા છે.

બેફામ કારચાલકે 2 માસૂમ બાળકોનો જીવ લીધો

પાલનપુરના ખોડલામાં ફેક્ટરીમાં બેફામ કારચાલકે 2 માસૂમ બાળકોનો જીવ લીધો છે. વિગતો મુજબ આ બેફામ કારચાલક પૂરઝડપે કાર લઈ ફેક્ટરીમાં ઘૂસી ગયો હતો. આ તરફ ફેક્ટરીના પ્રાંગણમાં રમી રહેલા 2 બાળકોને કાળ બનીને આવેલ કારે ટક્કર મારતાં માસુમો હવામાં ફંગોળાયાં હતા.
જે બાદમાં ગંભીર ઇજાઓને કારણે બંનેના કરૂણ મોત થયા છે. આ તરફ હવે સ્થાનિક પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ચોમાસું ગુજરાતથી માત્ર 540 કિ.મી દૂર

ચોમાસાનું  કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ચોમાસુ હવે  ગુજરાતથી માત્ર 540 કિમી દૂર છે. મહારાષ્ટ્રમાં બે દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે. જેની અસર હાલ દક્ષિણ ગુજરાતમાં પણ દેખાઇ રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો સાથે વરસાદી માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ચોમાસું ગોવા, કર્ણાટક અને તેલંગાણાના કેટલાક અન્ય ભાગોમાં આગળ વધ્યું છે. જેની ઉત્તરીય સરહદ હાલમાં ગોવા, નારાયણપેટ, નરસાપુર અને ઈસ્લામપુરમાંથી પસાર થઈ રહી છે.

મતદારોને ઈન્ડિયા ગઠબંધનની ગેરંટીઓ આકર્ષક લાગી  

દેશના મતદારોને ઈન્ડિયા ગઠબંધનની ગેરંટીઓ આકર્ષક લાગી. જેના કારણે તેમણે ખોબલે ને ખોબલે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને મત આપ્યા.. જે દર્શાવે છે કે દેશના મતદારોને ભાજપની યોજનાઓ પસંદ ના આવી.ઇન્ડિયા ગઠબંધન ને કઈ કઈ ગેરંટીઓ આપી જાણો...

GST માં ફેરફાર કરવાનું વચત આપ્યું

મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાનું વચન....

મહિલાઓ માટે અડધી સરકારી નોકરીઓ અનામત રહેશે

શ્રમ ન્યાય મનરેગા હેઠળ 400 રૂપિયા આપવામાં આવશે

યુવાઓને 30 લાખ સરકારી નોકરી આપવામાં આવશે

ખેડૂતોને MSP પર ગેરંટી આપવામાં આવશે

જાતિની વસ્તી ગણતરી કરીને અનામતની 50 ટકાની મર્યાદા દૂર કરશે

પેપર લીક રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવશે

કામદારો માટે 25 લાખ રૂપિયાનું હેલ્થ કવર અપાશે...

યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને શ્રમજીવીઓ પર વિેશેષ ધ્યાન મૂક્યું...

ભાજપનું  7 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખાતું ખુલ્યું

ભાજપ 2024 લોક્સભા ચૂંટણીમાં 240 સીટો પર તો એનડીએ ગઠબંધન 292 સીટો પર અટકી ગયું છે. ઇન્ડિયા ગઠબંધન 234એ પહોંચી ગયું છે. કોંગ્રેસની સીટો જ 99 છે. જોકે આ વખતે ભાજપ સાત રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતું ખોલી શક્યું નથી જેમાં તમિલનાડુ, પંજાબ,સિક્કિમ ,મણિપુર ,મેઘાલય, મિઝોરમ ,નાગાલેન્ડ નો સમાવેશ થાય છે.ભાજપને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ઝટકો લાગ્યો છે. પાર્ટીએ ચંદીગઢ સીટ ગુમાવવી પડી છે. આ રીતે પુડુચેરી, લદ્દાખ અને લક્ષદ્વીપમાં પણ પાર્ટી ખાતું ખોલાવી શકી નથી