નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત બન્યા વડાપ્રધાન
આજની 10 મહત્વની ખબર
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત બન્યા વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રીજી વાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. રવિવારે સાંજે મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ શપથ ગ્રહણની સાથે જ કેન્દ્રમાં મોદી સરકાર 3.0ની શરુઆત થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, જીતનરામ માંઝી, લલન સિંહ, નિતિન ગડકરી સહિતના દિગ્ગજ નેતાઓએ શપથ લીધા છે.
નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. જવાહરલાલ નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ 2014, 2019 અને 2024ની ચૂંટણી જીતી છે.
મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતના 5 સાંસદને સ્થાન
મોદી 3.0 સરકારમાં ગુજરાતના કુલ 6 ચહેરાઓનો સમાવેશ થયો છે. જેમાં 4 લોકસભા સાંસદ અને 2 રાજ્યસભા સાંસદોના સમાવેશ થાય છે.નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મોદી 3.0 નવી સરકારમાં ગુજરાતમાંથી કેબિનેટ કક્ષાના મંત્રીમાં 5 લોકોને સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલ અને જે.પી નડ્ડા કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય રાજ્યકક્ષાના મંત્રીમાં નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં 71 મંત્રીઓ સાથે શપથ લીધા. જેમાં લગભગ 21 સવર્ણ, 27 OBC, 10 દલિત, 5 આદિવાસી અને 5 લઘુમતી જાતિના સાંસદોનો સમાવેશ થાય છે.
આજથી સુમૂલ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 2નો વધારો
સુરતીઓને આજથી વધુ એક મોંઘવારીનો ભાર સહન કરવો પડશે જેમાં સુરત તાપી જિલ્લા સહકારી દૂધ સંઘના નિર્ણયથી દૂધના ભાવમાં રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે,લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે.આજથી અમુલ ગોલ્ડના 500મિલીના 34 રૂપિયા,અમુલ તાજાના 27 રૂપિયા ,અમુલ શકિતના 31,અમુલ સ્લિમ એન્ડ ટ્રિમના 24 રૂપિયા ચૂકવા પડશે તો સુમુલ ડેરી રોજના 12.50 લાખ લિટર દૂધ નું વેચાણ કરે છે.
પેટા ચૂંટણી જીતેલા નેતા બની શકે ગુજરાત સરકારના મંત્રી !
પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પોરબંદર બેઠકના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, વિજાપુર બેઠકના સી જે ચાવડા ખંભાત બેઠકના ચિરાગ પટેલ અને માણાવદર બેઠકના અરવિંદ લડાણી તો અપક્ષના વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્ર સિંહ વાઘેલા ભાજપમાં ચૂંટાયા છે. ભાજપમાંથી ચૂંટાયા બાદ હવે ગુજરાત મંત્રી મંડળમાં ફેરફાર માટેની અટકળો તેજ બની છે, જે અંતર્ગત ગુજરાતની રાજનીતિમા મોટો બદલાવ સાથે સાથે સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર થવાની સંભાવના સેવાઈ રહી છે. જેમાં સરકારના મંત્રી મંડળમાં પેટા ચૂંટણીમાં જીતેલા નેતાઓને સ્થાન મળે તેવી પણ અટકળો છે.
ગુજરાતના 15 મોટા વૉટર પાર્કમાં GST ના દરોડા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે, GST કચેરીએ ગુજરાતના 15 જેટલા મોટા વૉટર પાર્કના સંચાલકો પર દરોડા પાડીને 64 કરોડ રૂપિયાના શંકાસ્પદ વહેવારો પકડી પાડ્યા છે. જેમાં અમદાવાદ, નવસારી, ગાંધીનગર, હિમ્મતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટના મળીને 15 વૉટરપાર્કના 27થી વધુ ધંધાના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ
નૈઋત્યના ચોમાસાએ ધીમા પગલે મહારાષ્ટ્રમાં એન્ટી મારી દીધી છે. હવામાન વિભાગના મતે આગામી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું બેસી જશે. જેની પહેલા અત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.15 કલાકમાં રાજ્યના 8 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે
આ સરકાર લાંબો સમય નહીં ચાલે-મમતા બેનર્જી
નરેન્દ્ર મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ પહેલા TMC ચીફ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો કે આ સરકાર લાંબો સમય નહીં ચાલે.બીજેપીના ઘણા નેતાઓ થોડા દિવસોમાં પાર્ટી છોડી શકે છે." ભાજપના ઘણા નેતાઓ ખૂબ નારાજ અને નાખુશ છે.
દુષ્કર્મની ફરિયાદ થતાં જ વાડી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતો રફુચક્કર
વડોદરા વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગત પાવન સ્વામી ઉર્ફે જે.પી. સ્વામી ઉપરાંત એ.પી. સ્વામી અને કે.પી.સ્વામી સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ મંદિરમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં હરિ ભક્તો મંદિરમાં ઉમટયા હતા પરંતુ ટ્રસ્ટીઓ અને વર્તમાન કોઠારી સ્વામી કોઇનો સંપર્ક થઇ શક્યો નથી.વાડી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતો ગાયબ થઈ ગયા છે.
સ્વામિનારાયણ સાધુએ 17 વર્ષના કિશોર નું બ્રેઈનવો કર્યાનો આરોપ
અમરેલીના બગસરા સ્વામીનારાયણ મંદિરના ચૈતન્ય સ્વામી અને સદગુણ સ્વામી સામે 17 વર્ષીય કિશોરના માતા-પિતાએ આક્ષેપ કર્યા છે કે આ બંને સંતોએ સાધુ બનાવવાના ઇરાદે તેમના સંતાનનું બ્રેઈનવોશ કરી તેને ભગાડ્યો છે. 17 વર્ષના કિશોરને ઘરેથી ભગાડવા મુદ્દે તેના માતા-પિતાએ 10 એપ્રિલે પોલીસમાં અરજી કરેલી છે.
ગીર નેશનલ પાર્કમા 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન
ગીર નેશનલ પાર્કમા 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી સિંહોનો સંવનનકાળ ચાલતો હોવાથી આ ચાર મહિના દરમિયાન ચોમાસાની સિઝનમાં સિંહ ઉપરાંત દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના વન્ય જીવો માટે પણ સંવનનકાળ હોવાથી વન્ય જીવોન ખલેલના પહોંચે તે માટે સાસણના જંગલમા ચાર મહિનાનું વેકેશન રહે છે.ચાર મહિનાના વેકેશન દરમિયાન વાહનોના તમામ રૂટ બંધ રહોશે. અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. 16મી જુનથી 15મી ઓકટોબર સુધી વેકેશન રહેશે ત્યાર બાદ 16મી ઓક્ટોબરના રોજ વેકેશન પુર્ણ થશે. ચાર મહિનાના વેકેશન દરમિયાન સાસણમાં ધંધા-રોજગારને પણ અસર થશે