SAVE_20240601_201228

સુરતમાં એક જ પરિવારના 4 લોકોનું રહસ્યમય મોત

આજની 10 મહત્વની ખબર

સુરતમાં એક જ પરિવારના 4 લોકોનું રહસ્યમય મોત

સુરત શહેરના જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 લોકોનું રહસ્યમય મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે રાજન રેસિડન્સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જો કે પરિવારના ચારેય સભ્યોના  રહસ્યમય મોતનું કારણ  કારણ હજુ અકબંધ છે મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષ સામેલ છે. મૃતકોમાં એક દંપતિ અને 2 સાળીના મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ સગી બહેનો છે.પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત  કર્યો કે પછી અન્ય કોઈ કારણોસર તેમના મોત થયા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

કરોડો લોકોને સરકારે મોટી રાહત આપી 

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની તાજેતરની બેઠકમાં, ઘણી દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 54 આવશ્યક દવાઓ અને 8 વિશેષ દવાઓનો સમાવેશ થાય છે .સારવાર અને દવાઓના ખર્ચથી પરેશાન કરોડો લોકોને સરકારે મોટી રાહત આપી છે. આજથી 54 આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

કલેકટર અને S.P આખરે સસ્પેન્ડ

છત્તીસગઢમાં બાલોદાબજાર હિંસા  બાદ રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. હિંસા રોકવામાં નિષ્ફળ રહેલા તત્કાલિન કલેક્ટર કુમાર લાલ ચૌહાણ અને એસએસપી સદાનંદ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ સરકારે કલેક્ટર અને એસએસપીને જિલ્લામાંથી હટાવ્યા હતા. હવે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. IAS અધિકારી દીપક સોનીને બાલોડાબજાર જિલ્લાના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સનું એપી સેન્ટર બન્યો

કચ્છના બે જુદા-જુદા દરિયાકાંઠેથી ચરસના 20 પેકેટ મળ્યા..ધોળુપીર વિસ્તારના છછીના દરિયાકિનારા પરથી 10 ચરસના પેકેટ મળ્યા.જ્યારે લખપતના મેડીક્રીક વિસ્તારમાંથી BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા.BSF જવાનોએ ડ્રગ્સના પેકેટ નારાયણ સરોવર પોલીસને સોંપ્યા .

અમદાવાદમાં ટેક્સ ચોરો પર IT ની મોટી તવાઇ

ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદ શહેરમાં ફરીથી ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં કે.બી ઝવેરી ગ્રુપના સ્થળોએ અધિકારીઓની જુદી જુદી ટીમોએ દરોડા કરીને તપાસ હાથ ધરી હતી, અત્યાર સુધી 500 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા છે.આઇટીના અધિકારીઓ દ્વારા ભાડજની કોર્પોરેટ ઓફિસ, CG રોડ પરના શો રૂમ સહિત 14 સ્થળોએ તપાસ કરાઇ રહી છે, ભાડજમાં આવેલા સુપરસિટી ટાઉનશિપ પ્રોજેક્ટમાં પણ તપાસ થઇ છે.

શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, આઠના મોત

ઉત્તરાખંડમાં ફરી એકવાર દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ચારધામ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં પડી ગયો છે. માર્ગ અકસ્માતમાં આઠ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે.SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. માર્ગ અકસ્માત સમયે ટેમ્પો ટ્રાવેલરમાં 17 થી 28 યાત્રાળુઓ હતા.જાણવા મળ્યું છે કે નોઈડા, યુપીના તીર્થયાત્રીઓ દર્શન કરીને ઋષિકેશ પરત ફરી રહ્યા હતા.

દોઢ વર્ષની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ

અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં પડેલી દોઢ વર્ષની બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ. ભનુ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમાં પરપ્રાંતીય ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી આરોહી બોરમાં પડતા જ તંત્ર દોડતું થયું હતું. છેલ્લા 17 કલાકથી આરોહીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ બહાર કાઢ્યા પહેલા જ બાળકી જીંદગીનો જંગ હારી ગઈ.

કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,અગામી 48 કલાકમાં રાજયમાં ચોમાસું સક્રિય થશે સાથે સાથે 17 થી 22 જૂન દરમિયાન રાજયમાં સારો વરસાદ થશે,કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે.વિવિધ જિલ્લાઓમાં 2થી 4 ઈંચ વરસાદ પડી શકે છે.તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઈ છે.

કાકાએ સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાંથી સબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાકાએ સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી છે.
આજથી 7 મહિના અગાઉ કાકાએ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતુ. જેના કારણે ભત્રીજીને ગર્ભ રહી ગયો હતો. તાજેતરમાં જ ભત્રીજીએ મૃત બાળકને જન્મ આપતા તેના પર દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો. જેથી પરિવારજનોએ પૂછતાં સગીરાએ કાકાની કરતૂત વિશે જાણ કરી હતી.આખરે પરિવારજનોએ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર કાકા વિરુદ્ધ પોક્સોનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમેરિકામાં કોરોનાની ફરીથી એન્ટ્રી

અમેરિકામાં કોરોનાની નવેસરથી એન્ટ્રી થઈ છે. અમેરિકામાં કોરોનાના કેસમાં ફરી વખત ઉછાળો આવ્યો છે. રોગ નિયંત્રણ અને અટકાવ કેન્દ્રોએ આ અંગે માહિતી આપી છે કે દેશમાં હવે નવો કોવિડ વેરિએન્ટ KP.3 COVID Strain સામે આવ્યો છે. આ વેરિએન્ટનું નામ KP.3 છે, જે હવે અમેરિકામાં 25 ટકાથી વધારે કોરોના પીડિતોમાં જોવા મળ્યું છે.