IMG-20230615-WA0004

આણંદ જિલ્લાના ૪૦૦ થી વધુ તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી

આવો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અટકાવવા સૌ સહભાગી બનીએ

આણંદ જિલ્લાના ૪૦૦ થી વધુ તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી

આણંદ જિલ્લામાં જૂન માસની મેલેરીયા વિરોધી માસ તરીકે કરવામાં આવી રહી છે ઉજવણી

આણંદ,
આણંદ જિલ્લા મેલેરીયા અધિકારીની એક યાદીમાં જણાવ્યા મુજબ, લોકોમાં મેલેરિયા પ્રત્યે જાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જુન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનને શોધી તેને નાબુદ કરવા તેમજ સઘન સર્વેલન્સ દ્વારા મેલેરીયા પોઝિટિવ કેસ શોધી તેને સારવાર આપવામા આવે તો ચોમાસામાં મેલેરીયા રોગને નિયંત્રિત કરી શકાય તે હેતુથી આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જીલ્લામા અઠવાડીક હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી પોરાનાશક માછલી મુકવાની અને આરોગ્ય શિક્ષણ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચાલુ માસ દરમિયાન અત્યાર સુધીમાં ૨,૪૦,૫૬૫ ઘરોના ૯,૪૫,૮૪૦ પાત્રો તપાસવામાં આવ્યા છે. જેમાંથી ૧૮,૯૫૦ પાત્રોમાં દવા નાખવામાં આવી છે તથા ૪,૧૩૦ પાત્રોનો નાશ કરવામાં આવ્યો છે.

જિલ્લાના લોકોને મેલેરિયા પ્રત્યે જાગૃત કરવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી, ગ્રુપ ચર્ચા, વ્યક્તિગત આરોગ્ય શિક્ષણ, પપેટ શો, નાટક, વર્કશોપ, બેનર, પોસ્ટર, પત્રિકાઓ, મચ્છરના પોરાનું જીવંત પ્રદર્શન જેવી વિવિધ આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત જીલ્લાના ૪૦૦ કરતાં પણ વધુ તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી છે. જે આવનાર ચોમાસાની ઋતુમાં મચ્છર નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક સાબીત થશે.

ચાલુ વર્ષ ૨૦૨૩ દરમિયાન ડેન્ગ્યુનો ફક્ત કેસ નોંધાયો

આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન મેલેરીયાના ૧૪, ડેન્ગ્યુના ૯ અને ચિકનગુનિયાના ૨ પોઝીટીવ કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૩ દરમિયાન ડેન્ગ્યુનો ફક્ત ૧ જ કેસ નોંધાયો હોવાનું વધુમાં જણાવાયું છે.
*****