IMG-20240427-WA0012

ચારૂસેટમાં મેગા ‘એજયુકેશન એક્સ્પો-2024’નો આરંભ

ચારુસેટમાં મેગાએજયુકેશન એક્સ્પો-2024નો આરંભ

વિદ્યાર્થીઓને ઉચ્ચ  અભ્યાસલક્ષી માર્ગદર્શન પ્રાપ્ત થશે  
ચરોતરનું નામ દેશવિદેશમાં ગુંજતું કરનાર ચારુસેટ યુનિવર્સિટી: ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ


આણંદ ટુડે | ચાંગા
 વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી વિશ્વવિખ્યાત  ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમ વાર તારીખ 27 થી 29 એપ્રિલ દરમિયાન ૩ દિવસ માટે ‘ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2024’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 27મી એપ્રિલ, શનિવારે ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2024નું ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, મુખ્ય મહેમાન અને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અતિથિવિશેષ અને અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રીબીન કટીંગ કરી એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 
આ પ્રસંગે માતૃસંસ્થા-CHRF ના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ- CHRF ના મંત્રી  ડો. એમ.  સી.  પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી. એ. પટેલ કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, કેળવણી મંડળના ખજાનચી શ્રી ગીરીશભાઈ સી. પટેલ, સૂર્યકાન્તભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ શ્રી નવનીતભાઈ પટેલ, માતૃસંસ્થાના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ, ભારતીબેન પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. શ્રી આર. વી. પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ યુનિવર્સિટીના હોદ્દેદારો, યુનિવર્સીટીની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ડીન, ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
ગણેશદાસજી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ચારુસેટમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ દેશવિદેશમાં ચારુસેટનું નામ રોશન કરી રહ્યા છે. ચારુસેટ યુનિવર્સિટી ચરોતરનું નામ દુનિયાભરમાં ગુંજતું કરનાર યુનિવર્સિટી છે.  ચારુસેટ યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમવાર એક્સપો યોજાયો છે તે ધન્યવાદને પાત્ર છે. ગુજરાતની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કરનાર ચારુસેટ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા આ એક્સ્પોનો વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવી અભ્યર્થના.  
ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી  માર્ગદર્શન આપવા માટેના હેતુથી આયોજિત આ એક્સપો ભવિષ્યમાં કયા કોર્સ પસંદ કરવા તે માટેના પડકારોનો સામનો કરવામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક્સ્પોમાં એક જ છત હેઠળ તમામ કોર્સની માહિતી ઉપલબ્ધ છે.  
માતૃસંસ્થા-CHRF ના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલે કહ્યું કે ચારુસેટ દ્વારા સૌ પ્રથમ વાર આટલા  મોટા પાયે સુંદર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લે તેવો અનુરોધ છે. 
અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે અને કારકિર્દી ઘડી શકે તે હેતુથી આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જે ધન્યવાદને પાત્ર છે. 
એક્સ્પોમાં સવારે 9 થી રાતે 8 વાગ્યા સુધી કેરિયર ગાઈડન્સ ફેર, સ્ટુડન્ટ શોકેસ, એડમિશન ઇન્ફોર્મેશન હબ, ઇન્સ્ટીટયુટ વિઝીટનો લાભ લઇ રહ્યા છે. એક્સ્પોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિવિધ સ્ટોલોની મુલાકાત લઇ એડમિશન પ્રોસેસ,  વિવિધ કોર્સ,  સ્કોલરશીપની માહિતી તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. એક્સ્પોના ભાગરૂપે વિવિધ કોલેજોમાં 16 ઇન્ટરેક્ટીવ વર્કશોપ્સ યોજાયા છે. એક્સ્પો દરમિયાન ચારુસેટના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ્સ અને વર્કિંગ મોડલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. એક્સ્પોમાં નિ:શુલ્ક ભાગ લઈ શકાશે. આ એક્સ્પો ‘અમૂલ’ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે  જેના  કો-સ્પોન્સર જગાજી કન્સ્ટ્રકશન કંપની છે તેમજ  Expo is powered by USbased SARAS 3-D.