ચારૂસેટમાં સૌપ્રથમ વાર મેગા ‘એજયુકેશન એક્સ્પો-2024’નું ભવ્ય આયોજન: કારકિર્દીની દિશા અને શૈક્ષણિક તકો માટેનું ઉત્તમ પ્લેટફોર્મ
ચારૂસેટમાં સૌપ્રથમ વાર મેગા ‘એજયુકેશન એક્સ્પો-2024’નું ભવ્ય આયોજન: કારકિર્દીની દિશા અને શૈક્ષણિક તકો માટેનું ઉત્તમ પ્લેટફોર્મ
ચારુસેટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર તારીખ 27 થી 29 એપ્રિલ દરમિયાન 3 દિવસના એક્સ્પોમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી માર્ગદર્શન, વિખ્યાત વક્તાઓના પ્રેરણાત્મક પ્રવચનો, ઇન્ટરેક્ટીવ વર્કશોપ્સ, લાઈવ કોન્સર્ટ
ચાંગા
ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસાર્થે સતત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે ઉમદા હેતુથી ચારુસેટ કેમ્પસના ઇતિહાસમાં સૌપ્રથમ વાર તારીખ 27 થી 29 એપ્રિલ દરમિયાન ૩ દિવસ માટે ‘ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2024’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 27મી એપ્રિલ, શનિવારે સવારે 10.30 કલાકે ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2024નું ભવ્ય ઉદ્ઘાટન ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને અતિથિવિશેષ તરીકે અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ એક્સ્પો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમોની વિશાળ શ્રેણીની માહિતી પ્રાપ્ત કરવા, ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને સ્પીકર સીરીઝમાં જોડાવા અને વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે વ્યાપક પ્લેટફોર્મ બનશે.
ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે "આ એક્સ્પો વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ઉદ્યોગ વ્યાવસાયિકોને ચારુસેટમાં અને ભવિષ્યમાં ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક તકોની શોધ માટે સર્વગ્રાહી પ્લેટફોર્મ પ્રદાન કરવા યોજવામાં આવ્યો છે. "
તારીખ 27મી એપ્રિલ, શનિવારે સાંજે 6 થી 8 દરમિયાન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં લાઈવ કોન્સર્ટ યોજાશે જેમાં ઇન્ડિયન આઈડલના વિજેતા પવનદીપ રાજન અને અરુનીતા કાનજીલાલ મનોરંજન કરશે. આ નિમિત્તે ચારુસેટ એલ્મની મીટ ‘સંયોજન’ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વિવિધ વક્તાઓના પ્રેરણાત્મક પ્રવચનો યોજાશે. તારીખ 28મી એપ્રિલ, રવિવારે સવારે 11 કલાકે વિખ્યાત લેખક અને વક્તા જય વસાવડા ‘COOL કેરિયરના HOT ફંડા: વિદ્યાર્થી માટે ભય અને ભવિષ્ય’ વિષે પ્રવચન આપશે. સાંજે 6 કલાકે વિખ્યાત ગણિતશાસ્ત્રી અને જેમના જીવન પર ફિલ્મ “સુપર 30’ બની છે જે આનંદકુમાર ‘Achieving Excellence in Education through Innovations’ વિષે પ્રવચન આપશે.
તારીખ 29મી એપ્રિલ, સોમવારે સાંજે 4 કલાકે રેડિયો જોકી RJ આકાશ સૌને આનંદ સાથે જ્ઞાન પીરસશે. સાંજે 5 કલાકે આધ્યાત્મિક સંત આચાર્ય જ્ઞાનનયન સ્વામી ‘Understanding Success’ વિષે પ્રવચન આપશે.
એક્સ્પોમાં 3 દિવસ દરમિયાન સવારે 9.30 થી રાતે 8 વાગ્યા સુધી કેરિયર ગાઈડન્સ ફેર, સ્ટુડન્ટ શોકેસ, એડમિશન ઇન્ફોર્મેશન હબ, ઇન્સ્ટીટયુટ વિઝીટનો લાભ લઇ શકાશે. એક્સ્પોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિવિધ સ્ટોલોની મુલાકાત લઇ એડમિશન પ્રોસેસ, વિવિધ કોર્સ, સ્કોલરશીપ વગેરેની માહિતી તેમજ કારકિર્દી માટે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે.
એક્સ્પોના ભાગરૂપે વિવિધ કોલેજોમાં 16 ઇન્ટરેક્ટીવ વર્કશોપ્સ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાગ લઇ શકશે. આ ઉપરાંત એક્સ્પો દરમિયાન ચારુસેટના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ્સ અને વર્કિંગ મોડલ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
એક્સ્પોનો લાભ લેવા માટે ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2024માં નિ:શુલ્ક ભાગ લઈ શકાશે. આ એક્સ્પો ‘અમૂલ’ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે જેના કો-સ્પોન્સર જગાજી કન્સ્ટ્રકશન કંપની છે તેમજ Expo is powered by USbased SARAS 3-D.
એક્સ્પોમાં સ્ટોલ અને વર્કશોપની સાથે સાથે મુલાકાતીઓ મનોરંજન પ્રવૃત્તિઓ અને ફૂડ સ્ટોલનો આનંદ માણી શકશે.