n6240767671722171750118e64c56f695a4d15dda742cd641adab754602066574c4566eb727100ec377ca7a

મનુ ભાકરે પેરિસમાં ભારતને રોશન કર્યું, ભારતને પહેલો બ્રોન્ઝ મેડલ અપાવ્યો

આજના મહત્વના સમાચાર

દિલ્હીમાં આવતીકાલથી મહિલા કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન 

આવતીકાલ 29 જુલાઈથી દિલ્હીના જંતરમંતર મેદાનમાં મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓના મહિલા અનામત, મોંઘવારી અને સામાજિક ન્યાય તથા સુરક્ષાના ત્રણ મુખ્ય મુદ્દાઓને લઇને દેશવ્યાપી આંદોલન થશે અને ત્યારબાદ રાજ્યકક્ષાએ પણ આંદોલન કરવામાં આવશે. દિલ્હીમાં થનાર મહિલા આંદોલનમાં ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમ્મર સહિત 150થી વધુ મહિલાઓ જોડાવાની છે. આજે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલે માહિતી આપી હતી.

પરિવારે અંગત કારણસર પોતાના 11 મહિનાના બાળકને રૂ.1.50 લાખમાં વેચ્યું,3 જણાની અટકાયત

ગુજરાતના ખેડબ્રહ્માના શ્યામનગર ચાર રસ્તા પાસે એક પરિવારે અંગત કારણસર પોતાના 11 મહિનાના બાળકને વેચી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ પરિવારે તેના બાળકને અંદાજે 1.50 લાખ રૂપિયામાં વેચી દેવાનો 6 વ્યક્તિ સાથે સોદો કર્યો હતો. આ ઘટના અંગે પદાર્ફાશ થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે શુક્રવારે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરીને 3 જણાની અટકાયત કરી છે.

ગુજરાતના 74 જળાશયો હાઇ એલર્ટ અને એલર્ટ મૉડ પર મૂકાયા

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, મેઘરાજાએ અનેક જગ્યાએ તબાહી મચાવી છે, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ મન મુકીને વરસ્યો છે, જેના કારણે રાજ્યમાં મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે. તાજા સ્થિતિ પ્રમાણે, રાજ્યના 74 જળાશયો હાઇ એલર્ટ અને એલર્ટ મૉડ પર રાખવામાં આવ્યા છે, લોકોને આ જળાશળોની નજીક જવા પર પણ વૉર્નિંગ અપાઇ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોટા ફેરબદલ કર્યા ,9 રાજ્યોના રાજ્યપાલ બદલાયા 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોટા ફેરબદલ કર્યા છે અને ઘણા રાજ્યોના રાજ્યપાલોને બદલી નાખ્યા છે.
મધ્યરાત્રિએ 9 રાજ્યોના રાજ્યપાલ બદલાયા છે જેમાં
હરિભાઈ કિસનરાવ બાગડે- રાજસ્થાનના રાજ્યપાલ
જિષ્ણુ દેવ વર્મા- તેલંગણા રાજ્યપાલ
ઓમ પ્રકાશ માથુર- સિક્કિમ રાજ્યપાલ
સંતોષકુમાર ગંગવાર- ઝારખંડના રાજ્યપાલ
રમન ડેકા- છત્તીસગઢના રાજ્યપાલ
સીએચ વિજયશંકર- મેઘાલય
સીપી રાધાકૃષ્ણન- ઝારખંડના રાજ્યપાલ
ગુલાબચંદ કટારિયા- પંજાબના રાજ્યપાલ અને સાથે ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર
લક્ષ્‍મણ પ્રસાદ આચાર્ય- સિક્કિમથી અસમના રાજ્યપાલ નિયુક્ત, મણિપુરનો વધારાનો હવાલો
કે કૈલાશનાથન- પુડુચેરીના ઉપરાજ્યપાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઑગસ્ટ મહિનામાં યુક્રેનની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઑગસ્ટ મહિનામાં યુક્રેનની મુલાકાત લેશે અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળશે. અઢી વર્ષ પહેલાં ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ મોદીની આ દેશમાં પહેલી મુલાકાત હશે. મળતી માહિતી મુજબ વડા પ્રધાનની યુક્રેન યાત્રા ૨૩ ઑગસ્ટથી શરૂ થશે.

સુરતના સાંસદની મુશ્કેલી વધી

સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બિન હરીફ જીતની અરજીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. હવે ગુજરાત હાઇકોર્ટે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું છે.આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

મનુ ભાકરે પેરિસમાં ભારતને રોશન કર્યું, ભારતને પહેલો બ્રોન્ઝ મેડલ અપાવ્યો

મનુએ ભારતને પેરીસ  ઓલમ્પિક નો પહેલો મેડલ અપાવ્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેળવી લીધો છે. બ્રોન્ઝ મેડલ મેળવીને 2024 ના Paris Olympics માં ભારતની નામના વધારી છે. નોંધનીય છે કે, આજે પેરિસ ઓલિમ્પિક 2024 નો બીજો દિવસ છે. તમામની નજર શૂટર મનુ ભાકર પર ટકી રહીં હતી. જે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાગ લઈ રહી હતી.તેણે બ્રોન્ઝ મેડલ આપવીને ભારતનું સ્વપ્ન સાકાર કરી દીધું છે.

હાઈકોર્ટે ટકોર કર્યા બાદ અમદાવાદ મ્યુનિનું તંત્ર સફાળુ જાગ્યું,પ્રદૂષણ કરતા 258 એકમોને સીલ

અમદાવાદ શહેરની સાબરમતી નદી પ્રદુષિત બની રહી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ મ્યુનિનું તંત્ર સફાળુ જાગ્યુ છે. અને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં ચેકિંગ કરીને ગેરકાયદે ડ્રેનેજના કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. અને પ્રદૂષણ કરતા 258 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે.

ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી

ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છેઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 (EMPS) બે મહિના માટે લંબાવવામાં આવી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો પર સરકારની આ યોજના 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.સરકારે માર્ચ 2024માં આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.આ યોજના 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી લાગુ કરવામાં આવી હતી. સરકારે આ યોજના માટે 500 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. હવે સરકારે આ ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી માટે 778 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.

ભાજપના પૂર્વ સાંસદ મેનકા ગાંધી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુલતાનપુરથી ભાજપના પૂર્વ સાંસદ મેનકા ગાંધીએ સુલતાનપુર લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયેલા રામભૂઅલ નિષાદની ચૂંટણીને લખનૌ હાઈકોર્ટમાં પડકારી છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં મેનકા ગાંધીએ સપા સાંસદ રામ ભુઆલ નિષાદની ચૂંટણી રદ કરવાની અપીલ કરી છે. મેનકા ગાંધી વતી વરિષ્ઠ વકીલ પ્રશાંત સિંહ અટલે ચૂંટણી અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ ભુઆલ નિષાદ વિરુદ્ધ 12 કેસ નોંધાયેલા છે, પરંતુ તેમણે ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં માત્ર 8 કેસનો ઉલ્લેખ કર્યો છે.