SAVE_20240601_201228

લ્યો વાત કરો.. શિક્ષણ વિભાગ ઊંઘે છે ?! ગુજરાતમાં આંગણવાડી બની મદ્રેસા

આજના મહત્વના સમાચાર

લ્યો વાત કરો.. શિક્ષણ વિભાગ ઊંઘે છે ?!  ગુજરાતમાં આંગણવાડી બની મદ્રેસા

વડોદરા કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો 

વડોદરા પાસે કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા હતા. અભ્યાસ ક્રમમાં ન હોવા છતાં અહીંના સંચાલકો દ્વારા ભુલકાઓને ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવામાં આવી હતી. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો હતો. ત્યારે આ માસુમોને ખબર પણ ન હતી કે તેઓ શું કરી રહ્યાં છે. આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ DDO ને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે.કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવામાં આવતા વાલીઓ રોષે ભરાયાં છે. 

જામનગરમાં બાળકોને યા હુસૈનના નારા લગાવાયા

જામનાગર નાસોનલનગરની આંગણવાડીમાં બાળકો પાસે 'યા ડુસેન'ના નારા લગાવાયા હતા. આંગણવાડીમાં આવતા બે લઘુમતી સમાજના બાળકોએ તેમની કાલીઘેલી ભાષામાં અન્ય બાળકોને શીખવ્યું હતુ. જેનો વીડિયો આંગણવાડી કાર્યકરે વાલીઓના ગ્રુપમાં શેર કર્યો હતો, જે વાયરલ થયો છે. આ બાદ હિન્દુ સેનાની શિક્ષિકા સામે પગલાં લેવા માગ કરી છે. 

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો,હુમલાખોરને સ્થળ પર જ ઠાર મરાયો

અમેરિકાના પેન્સિલવેનિયાના બટલરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. અમેરિકન તપાસ એજન્સીઓ આ હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ તરીકે જોઈ રહી છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તૈનાત યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ હુમલાખોરને સ્થળ પર જ ઠાર માર્યો હતો.હુમલાખોરની ઓળખ બેથેલ પાર્ક, પેન્સિલવેનિયાના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરવામાં આવી છે. બેથેલ

ગીર પંથકની ધરતી ધણધણી ઉઠી અને લોકોમાં ગભરાટ ફેલાયો 

ગુજરાતના ગીર પંથકમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં સવારે 8:18 વાગ્યે આંચકો અનુભવાયો છે. તાલાલા, સાસણ ગીર પંથકમાં ભૂકંપ આવતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો છે. જેમાં રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધાઈ છે. તેમજ તાલાલાથી 12 કિમી નોર્થ ઇસ્ટ કેન્દ્ર બિંદુ છે.

મુંબઈના સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો પ્રસ્તાવ પસાર

મહારાષ્ટ્ર કાઉન્સિલે મુંબઈના સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આમાંના મોટાભાગના નામ અંગ્રેજીમાં છે, જે તેમના વસાહતી જોડાણને કારણે સમસ્યારૂપ હતા. મહાયુતિ સરકાર નવા નામોને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલશે. રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલે પ્રસ્તાવ મૂક્યો હતો.
આ સ્ટેશનોના બદલાયા નામ
1- કરી રોડ સ્ટેશનનું નામ બદલીને લાલબાગ રાખવામાં આવશે
2- સેન્ડહર્સ્ટ રોડનું નામ બદલીને ડોંગરી કરવામાં આવશે
3- મરીન લાઇન્સનું નામ બદલીને મુંબાદેવી કરવામાં આવશે
4- ચર્ની રોડનું નામ બદલીને ગિરગાંવ કરવામાં આવશે
5- કોટન ગ્રીનનું નામ બદલીને કાલાચોકી કરવામાં આવશે
6- ડોકયાર્ડ રોડનું નામ બદલીને મઝગાંવ રાખવામાં આવશે
7-કિંગ્સ સર્કલનું નામ બદલીને તીર્થંકર પાર્શ્વનાથના નામ પર રાખવામાં આવશે.

સુરત માંથી રૂ. 2.88 લાખની ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

સુરતના અઠવા વિસ્તારમાંથી બે ઇસમોને ઈ-સિગારેટના જત્થા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દુકાનમાં દરોડો પાડીને 2.88 લાખની ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે.પોલીસે  પકડાયેલ અનસ યુસુફભાઈ ઘડીયાળી (ઉ.29) તેમજ અદનાન યુસુફભાઈ ઘડીયાળી (ઉ.21) સામે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ, ચાર બાળકોના મોતની આશંકા

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના પગલે ચાર બાળકોના મોત થયા હોવાની ખબર ના પગલે સમગ્ર જિલ્લામાં ખભરાટ સર્જાયો છે જોકે પુના ખાતે મોકલાવેલા સેમ્પલને લઇને સોમવારે આવનારા રિપોર્ટ થકી જ એ વાતનો ખ્યાલ આવશે કે ચાંદીપુરા વાયરસ છે કે નહીં, પરંતુ ચાર જેટલા બાળકોના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોતથી આ બિમારીની આશંકાથી દહેશત ફેલાઇ

રાજકોટના યુવકને વિદેશમાં રૂપિયા કમાવવા જવું મોંઘું પડ્યું 

રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતો જય કારિયા નામનો વ્યક્તિ હાલ દક્ષિણ આફ્રિકામાં બંધક હોવાનું તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યુવાન ઉપર ચોરીનો આરોપ લગાવીને પરિવારજનો પાસે 22 રૂપિયાની લાખની માંગણી કરવામાં આવી છે. બંધક યુવકના પરિવારજનોએ એવો પણ દાવો કર્યો હતો કતેમના પુત્રને છોડાવવા માટે એમ્બેસીમાં રજૂઆત કરાઈ છતાં મુક્ત કરવામાં આવ્યો નથી.
જય કારિયા દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારમાં બંધુક હોવાનું સામે આવ્યું છે. બંધક રહેલા યુવકનો વિડીયો પણ સામે આવ્યો છે આ વીડિયોમાં યુવક પોતે પરિવારજનોને અપીલ કરી રહ્યો છે કે જે લોકો પૈસા માગે છે તેમને પૈસા આપી દેવામાં આવે. યુવકના પરિવારજનોએ વધુમાં કહ્યું હતું કે, સરકાર આ મામલે કંઈક હસ્તક્ષેપ કરે અને તાત્કાલિક તેમના પુત્રને છોડાવવામાં આવે.

મણિપુરમાં CRPF ના કાફલા પર હુમલો,એક જવાન શહીદ, 3 પોલીસ કર્મીને ઇજા

મણિપુરના જીરીબામમાં અજાણ્યા હુમલાખોરોએ CRPF અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલો ઘાત લગાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક CRPFનો જવાન શહીદ થયો છે જ્યારે 3 પોલીસ કર્મીને પણ ઇજા થવાના સમાચાર છે.20 બટાલિયન CRPF અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એક સાથે ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન સંયુક્ત ટીમ પર ઘાત લગાવીને બદમાશોએ હુમલો કર્યો હતો.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવશે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કઢાશે. મોરબી થી ન્યાય યાત્રા ની શરૂઆત કરાશે. ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટના અમદાવાદ આવશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે.