female-hand-casting-vote-electronic-voting-machine-evm-vector-illustration_667085-31

આણંદ જિલ્લાના ઉદ્દભવ પહેલાની ૧૯૬૨ની ચૂંટણીનાં લેખા જોખા

આણંદ જિલ્લાના ઉદ્દભવ પહેલાની ૧૯૬૨ની ચૂંટણીનાં લેખા જોખા

૧૯૬૨ના વર્ષમાં બૃહદ ખેડા જિલ્લાની

 ૯૨-આણંદ વિધાનસભા બેઠકની યોજાયેલી ચૂંટણીમાં

વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં ૨૨.૯૫ ટકા મત એટલે કે, ૧૨,૩૯૮ મતની સરસાઇથી વિજેતા થયાં હતા.

૧૯૬૨ ના વર્ષમાં બૃહદ ખેડા જિલ્લાના અન્ય વિસ્તારોની સાથે ૯૧-ઉમરેઠ, ૯૨-આણંદ, ૯૩-સુણાવ, ૯૪-પેટલાદ, ૯૫- બોરસદ, ૯૬-ભાદરણ અને ૯૭-કેમ્બે (ખંભાત) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી યોજાઈ 

આણંદ

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી અન્વયે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થનાર છે. આણંદ જિલ્લાની વિધાનસભાની ૭ બેઠકો માટેની સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે બીજા તબક્કામાં આગામી તા. ૫ મી ડીસેમ્‍બરના રોજ મતદાન થનાર છે. ત્યારે આણંદ જિલ્લાના ઉદ્દભવ પહેલાની એટલે કે, ૧૯૬૨ ના વર્ષમાં યોજાયેલી તે સમયની ૯૧-ઉમરેઠ, ૯૨-આણંદ, ૯૩-સુણાવ, ૯૪-પેટલાદ, ૯૫- બોરસદ, ૯૬-ભાદરણ અને ૯૭-કેમ્બે (ખંભાત) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીના લેખા જોખા રસપ્રદ બની રહેશે.

૧૯૬૨ ની ચૂંટણીમાં તે સમયની ૯૧-ઉમરેઠ, ૯૨-આણંદ, ૯૩-સુણાવ, ૯૪-પેટલાદ, ૯૫- બોરસદ, ૯૬-ભાદરણ અને ૯૭-કેમ્બે (ખંભાત) વિધાનસભાની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેનું મતદાન તારીખ ૧૯/૨/૧૯૬૨ ના રોજ થયું હતુ.

આ મતદાર વિભાગો પૈકી ૯૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગમાં ૮૧,૫૦૬ મતદારો નોંધાયા હતા, જે પૈકી ૫૭,૨૨૩ મતદારોએ (૭૦.૨૧ ટકા) મતદાન કર્યું હતું, જેમાંથી ૫૫,૧૯૦ મત માન્‍ય થયાં હતા અને ૩.૫૫ ટકા એટલે કે ૨,૦૩૩ મત અમાન્‍ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં ૨૭.૯૦ ટકા મત એટલે કે, ૧૫,૩૯૭ મતની સરસાઇથી વિજેતા થયાં હતા. માન્ય મત પૈકી પ્રથમ ઉમેદવારને ૩૪,૬૭૭ (૬૨.૮૩ ટકા) મત, દ્વિતીય ઉમેદવારને ૧૯૨૮૦ (૩૪.૯૩ ટકા) મત અને તૃતિય ઉમેદવારને ૧,૨૩૩ (૨.૨૩ ટકા) મત મળ્યા હતા.
૯૨-આણંદમાં મતદાર વિભાગમાં નોંધાયેલા ૭૬,૮૦૫ મતદારો પૈકી ૫૫,૬૪૬ મતદારોએ (૭૨.૪૫ ટકા) મતદાન કર્યું હતું, જેમાંથી ૫૪,૦૩૨ મત માન્‍ય અને ૨.૯૦ ટકા એટલે કે ૧,૬૧૪ મત અમાન્‍ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં ૨૨.૯૫ ટકા મત એટલે કે, ૧૨,૩૯૮ મતની સરસાઇથી વિજેતા થયાં હતા. માન્ય મત પૈકી પ્રથમ ઉમેદવારને ૩૩,૨૧૫ (૬૧.૪૭ ટકા) મત, દ્વિતીય ઉમેદવારને ૨૦,૮૧૭ (૩૮.૫૩ ટકા) મત મળ્યા હતા.
૯૩-સુણાવ વિધાનસભાની ચૂંટણીમાં મતદાર વિભાગમાં નોંધાયેલા ૫૩,૭૭૮ મતદારો પૈકી ૬૭.૭૪ ટકા મતદારો એટલે કે, ૩૬,૪૨૭ મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી ૪.૯૦ ટકા મત એટલે કે, ૧,૭૮૬ મત અમાન્ય થયા હતા. જયારે ૩૪,૬૪૧ મત માન્‍ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં ૨,૦૩૧ મત (૫.૮૬ ટકા) ની સરસાઈથી વિજેતા થયાં હતા. આ ચૂંટણીમાં પ્રથમ ઉમેદવારને ૫૨.૯૩ ટકા મત એટલે કે, ૧૮,૩૩૬ મત અને દ્વિતીય ઉમેદવારને ૪૭.૦૭ ટકા મત એટલે કે, ૧૬,૩૦૫ મત મળ્યા હતા.
વિધાનસભાની ૧૯૬૨ ની ચૂંટણીમાં ૯૪-પેટલાદ મતદાર વિભાગમાં ૫૯,૨૨૦ મતદારો પૈકી ૪૩,૨૧૫ (૭૨.૯૭ ટકા) મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી ૧,૪૩૯ (૩.૩૩ ટકા) મત અમાન્ય થયા હતા. જયારે ૪૧,૭૭૬ મત માન્‍ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં ૨૪.૭૭ ટકા મત એટલે કે, ૧૦,૩૫૦ મતની સરસાઈથી વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં પ્રથમ ઉમેદવારને ૨૬,૦૬૩ મત અને દ્વિતીય ઉમેદવારને ૧૫,૭૧૩ મત મળ્યા હતા.
૯૫-બોરસદ મતદાર વિભાગમાં ૧૯૬૨ ની ચૂંટણીમાં ૬૨,૨૦૧ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૯.૨૨ ટકા મતદારો એટલે કે, ૪૩,૦૫૨ મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી ૫.૫૪ ટકા (૨,૩૮૫ મત) મત અમાન્ય થયા હતા. અને ૪૦,૬૬૭ મત માન્‍ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા બનેલ ઉમેદવારને તેના પ્રતિસ્‍પર્ધી કરતાં ૪.૫૩ ટકા મત એટલે કે, ૧,૮૪૪ મત વધારે મળ્યા હતા. આ બેઠક ઉપર પ્રથમ ઉમેદવારને ૧૭,૪૩૩ મત, દ્વિતીય ઉમેદવારને ૧૫,૫૮૯ મત, તૃતિય ઉમેદવારને ૬,૫૬૨ મત અને ચતુર્થ ઉમેદવારને ૧,૦૮૩ મત મળ્યા હતા. 
૯૬-ભાદરણ મતદાર વિભાગમાં ૬૨,૮૨૬ મતદારો પૈકી ૩૮,૨૦૮ મતદારોએ મતદાન કર્યું હતુ, જેમાંથી ૨,૧૨૧ મત અમાન્ય અને બે મત મીસીંગ થયા હતા. જયારે ૩૬,૦૮૫ મત માન્‍ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને તેના પ્રતિસ્‍પર્ધી કરતાં ૧૫.૪૧ ટકા મત એટલે કે, ૫,૫૬૦ મતથી વિજેતા બન્યા હતા. 
હાલની ખંભાત વિધાનસભા બેઠક તે સમયે કેમ્બે ના નામથી ઓળખાતી હતી. આ ૯૭-કેમ્બે વિધાનસભાની બેઠક ઉપર તે સમયે ૬૬,૮૦૨ મતદારો નોંધાયા હતા. તેની સામે ૭૩.૨૯ ટકા મતદારો એટલે કે, ૪૮,૯૫૭ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. થયેલ મતદાન પૈકી ૧,૬૩૦ મત અમાન્ય થયા હતા. આ બેઠકની ચૂંટણી અન્વયેના મતદાનમાં વિજેતા ઉમેદવારને તેના પ્રતિસ્પર્ધીથી ૪,૬૯૯ મત (૯.૯૩ ટકા મત) વધારે મળ્યા હતા.