IMG_20231130_102646

LICની નવી પોલિસી જીવન ઉત્સવ લોન્ચ , વીમા ધારકોને જબરદસ્ત આવકનો લાભ મળશે.

LICની નવી પોલિસી જીવન ઉત્સવ લોન્ચ , વીમા ધારકોને જબરદસ્ત આવકનો લાભ મળશે.

પાકતી મુદત બાદ પોલિસીધારકને જીવનભર વીમાની રકમ 10 ટકા મળશે. 

પોલિસીધારકને ઉચ્ચ વિમા રાશિ માટે વધુ વળતર, અકસ્માત વીમા, પ્રીમિયમ માફી, ગંભીર બીમારી, ટર્મ રાઇડર વગેરે  સુવિધા પણ મળવાપાત્ર

 

આણંદ ટુડે I નડિયાદ
વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ તેની નવી પોલિસી જીવન ઉત્સવ (પ્લાન નં- ૮૭૧) 29 મી નવેમ્બર 2023 નેબુધવારના રોજ લોન્ચ કરી છે .નવી જીવન ઉત્સવ પોલિસી ખાતરીપૂર્વકનું વળતર આપશે.અને તેની પાકતી મુદત બાદ પોલિસીધારકને જીવનભર વીમાની રકમ 10 ટકા મળશે. સાથે ઉચ્ચ વિમા રાશિ માટે વધુ વળતર, અકસ્માત વીમા, પ્રીમિયમ માફી, ગંભીર બીમારી, ટર્મ રાઇડર વગેરે  સુવિધા પણ મળવાપાત્ર છે. 

ભારતીય જીવન વીમા નિગમ LIC નડીઆદ બ્રાન્ચના ડિવિઝનલ મેનેજર મોહનસિંહએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે જીવન ઉત્સવ પોલિસી માટે લઘુત્તમ વીમાની રકમ 5 લાખ રૂપિયા છે. મહત્તમ ની કોઈ મર્યાદા નથી.આ પોલિસી માટે 5 થી 16 વર્ષના સમયગાળા માટે પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ છે. આ પોલિસી લેવા માટે, વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 90 દિવસ અને મહત્તમ 65 વર્ષની  હોવી જોઈએ.ફ્લેક્સિબલ ઇન્કમમાં 5.5 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળવા પાત્ર છે.તમને જણાવી દઈએ કે પોલિસીમાં ઉલ્લેખિત સમય પછી પોલિસીધારકને આવકનો લાભ મળવા લાગશે. પોલિસી લેવા માટે નિયમિત આવક અને ફ્લેક્સી ઇન્કમ બેનેફિટ્સના બે ચૂકવણીના વિકલ્પો ઉપલબ્ધ છે.

રેગ્યુલર ઈન્કમ પેઆઉટ વિકલ્પમાં પોલિસીધારક દ્વારા પસંદ કરાયેલ બેઝિક સમ એશ્યોર્ડના 10 ટકા પોલિસીના 11મા વર્ષથી ચૂકવવાનું શરૂ થશે. આ વીમાની રકમ પ્રીમિયમ ભરવાની મુદત પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે- જો તમે 5 થી 8 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાનું નક્કી કર્યું છે તો ચૂકવણી 11મા વર્ષથી શરૂ થશે. પરંતુ જો તમે લાંબા ગાળા માટે એટલે કે 10 વર્ષ માટે પોલિસી લીધી હોય, તો પોલિસીના 13મા વર્ષથી લાભ મળવાનું શરૂ થશે. પરંતુ જો તમે લાંબા ગાળા માટે એટલે કે 10 વર્ષ માટે પોલિસી લીધી હોય, તો પોલિસીના 13મા વર્ષથી લાભો શરૂ થશે.
ભારતીય જીવન વીમા નિગમ (LIC) નડીઆદ બ્રાન્ચના માર્કેટિંગ મેનેજર હિમાંશુભાઈ પટેલ,સેલ્સ મેનેજર ધવલભાઇ બ્રહ્મભટ્ટે lic ના આ નવા પ્લાન અંગેની વિસ્તૃત માહિતી અને તેના દ્વારા પોલીસી ધારકોને મળતા લાભ અંગેની જાણકારી આપી હતી.આમ એલ. આઇ. સી ના આ નવા પ્લાનથી વીમા ધારકોને જબરદસ્ત આવકનો લાભ મળશે