IMG_20230907_144126

આણંદ અક્ષર ફાર્મમાં કેશવરુચિ જીવન આલેખન પ્રદર્શન, પરમાનંદ લાઈટ અને સાઉન્ડ શો અને બાળકો માટે આનંદ મેળાનો આરંભ થયો.

આણંદ અક્ષર ફાર્મમાં  કેશવરુચિ જીવન આલેખન પ્રદર્શન, પરમાનંદ લાઈટ અને સાઉન્ડ શો અને બાળકો માટે આનંદ મેળાનો આરંભ થયો.

આણંદ 
આણંદ અક્ષર ફાર્મમાં તા.૭/૦૯/૨૩, બુધવાર સવારે ૯.૦૦ કલાકે કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામી અને અગ્રગણ્ય મહાનુભાવો દ્વારા પ્રગટ બ્રહમસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પ્રેરક અને દિવ્ય જીવન આધારિત કેશવરુચિ જીવન આલેખન પ્રદર્શન, પરમાનંદ લાઈટ અને સાઉન્ડ શો અને બાળકો માટે આનંદ મેળાનો આરંભ થયો હતો.
આ પ્રસંગે શ્રી દિપકભાઈ સાથી, નયા પડકાર, શ્રી નિરંજનભાઈ પટેલ, વાઇસ ચાન્સેલર, સ. પ.યું., શ્રી કેતનભાઈ પટેલ, ચરોતર એજયુકેશન સોસાયટી, શ્રી બી.જી.પટેલ, પ્રોવોસેટ, ચારૂસેટ, શ્રી વનીશભાઈ (દાલ), શ્રી જયેશભાઈ ઉપાઘ્યાય, જનરલ મેનેજર, એલિકોન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેશવરુચિ જીવન આલેખન કુટીરમાં મહંતસ્વામી મહારાજના પ્રેરક અને દિવ્ય જીવનના પ્રેરક પ્રસંગો અને ઉપદેશોની વિગતો અસરકારક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. સત્સંગદીક્ષા કુટીરમાં સત્સંગદીક્ષા શાસ્ત્રના સ્લોકો અને તેના ભાવાર્થોને સૌ સારી રીતે સમજીને પોતાના જીવનમાં ઉતારી જીવન કૃતાર્થ કરે તે રીતે કંડારવામાં આવ્યા છે. નીલકંઠવર્ણી અભિષેક મંડપમમાં આવનાર સૌ દર્શનાર્થીને સિદ્ધાંત કારિકાના સ્લોકોના ગાનના દિવ્ય ધ્વનિ સાથે નીલકંઠવર્ણીના અભિષેકનો લાભ મળે છે ત્યારે અંતરમાં શાંતિની અનુભૂતિ થાય છે. 
પરમાનંદ લાઈટ અને સાઉન્ડ શો પણ સૌને અદભુત પ્રેરણા આપે છે જેમાં કુટુંબના સભ્યો સાથે ભોજન કરે, ઘરસભા કરે અને વ્યસનમુક્ત જીવન રાખે તેવી શુભપ્રેરણા આપે છે. અંતમાં નાના બાળકોને અત્યંત રુચિ થાય તેવો આનંદ મેળો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કાર્યક્રમ જોઈને સૌને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની યાદ અપાવે છે