રોટરી ડીસ્ટ્રીક ૩૦૬૦ના ડીસ્ટ્રીક ગવર્નર તરીકે નિહીર દવેનો પદગ્રહણ સંમારભ સંપન્ન.
રોટરી ડીસ્ટ્રીક ૩૦૬૦ના ડીસ્ટ્રીક ગવર્નર તરીકે નિહીર દવેનો પદગ્રહણ સંમારભ સંપન્ન.
પદગ્રહણ અધિકારી અને પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ ડિરેક્ટર શ્રી બાસ્કર દ્વારા તાલિયોના ગણગણાટ વચ્ચે રોટેરિયન નિહીર દવેને ડીસ્ટ્રીક ગવર્નર તરીકે શપથ લેવડાવવામાં આવ્યા
આણંદ ટુડે I આણંદ
રોટરી ડીસ્ટ્રીક ૩૦૬૦ ના ડીસ્ટ્રીક ગવર્નર તરીકે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સભ્ય રોટેરિયન નિહીર દવેનાં પદગ્રહણ સંમારભ આનંદ ઉદય નું આયોજન શનિવાર, ૮ મી જુલાઈએ આત્મીય વિદ્યાધામ સંકુલ, બાકરોલ મુકામે કરવામાં આવ્યું હતું.
આ પદગ્રહણ સંમારભની સુંદર શરુઆત પ્રાર્થના, રોટરીની ચતુવિઁધ કસોટી તથા દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી.ત્યારબાદ રોટરી ડીસ્ટ્રીક સેક્રેટરી અને “ આનંદ ઉદય “ સંમારભના ચેરમેન ડૉ ઉમા પટેલે પોતાના વક્તવ્ય દ્વારા સર્વે માનવંતા મેહમાનોને આવકાર્યા હતા.
સંમારભના પદગ્રહણ અધિકારી અને ભૂતપૂર્વ રોટરી ઇન્ટરનેશનલ ડિરેક્ટર શ્રી બાસ્કર, મુખ્ય મહેમાન અને ગુજરાત રાજ્યના નાણામંત્રી રોટેરિયન શ્રી કનુભાઈ દેસાઈ, અતિથી વિશેષ તરીકે હાજર રહેલા આણંદના ધારાસભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, આણંદના સાંસદ શ્રી યોગેશભાઈ પટેલ, સોજીત્રાના સાંસદ શ્રી વિપુલભાઈ પટેલ અને નડીયાદના સાંસદ શ્રી પંકજભાઈ દેસાઈનું ભાવભર્યું સ્વાગત પુષ્પગુછ, ખેસ અને સ્મૃતિચિન્હ આપી કરવામાં આવ્યું હતું.
સંમારભમાં હાજર રહેલા સર્વે રોટરી ડીસ્ટ્રીક ૩૦૬૦ ના પાસ્ટ ગવર્નરોનું પુષ્પગુછથી સ્વાગત કરી તેમનો હાજરી આપવા બદલ આભાર માનવામાં આવ્યો હતો.ત્યારબાદ પદગ્રહણ અધિકારી પી. આર. આઈ. ડી. શ્રી બાસ્કર દ્વારા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ તરીકે શ્રી પરેશ ઠક્કર અને તેમની સમગ્ર ટીમનો શપથવિધિ કરવામાં આવ્યો હતો. નવા વરાયેલા રોટરી પ્રમુખ શ્રી પરેશ ઠક્કરે પોતાના વક્તવ્યમાં સમગ્ર રોટરી વર્ષ દરમિયાન કરવામાં આવનાર પ્રવૃતિઓંની ઝાંખી કરાવી હતી અને પોતાનામાં વિશ્વાસ મૂકી પ્રમુખ બનાવવા બદલ સર્વે રોટેરિયન મિત્રોનો આભાર માન્યો હતો
ત્યારબાદ આત્મીય વિદ્યાધામના આચાર્ય શ્રી ગુરુપ્રસાદ સ્વામીજીનું સન્માન કરવામાં આવ્યું હતું અને પૂજ્ય સ્વામીજીએ આજના “ આનંદ ઉદય ” પદગ્રહણ સંમારભને પોતાના આશિર્વચન પાઠવ્યા હતા.સુંદર અને માહિતગાર વીડિઓ દ્વારા ત્યાર બાદ નિયુક્ત થનારા ડીસ્ટ્રીક ગવર્નર નિહીર દવે વિષે માહિતી પ્રદાન કરવામાં આવી હતી અને તેમાં તેમની રોટરીની સફર સાંકળી લેવામાં આવી હતી.
પદગ્રહણ અધિકારી અને પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ ડિરેક્ટર શ્રી બાસ્કર દ્વારા તાલિયોના ગણગણાટ વચ્ચે રોટેરિયન નિહીર દવેને ડીસ્ટ્રીક ગવર્નર તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ડીસ્ટ્રીક ગવર્નરની ટીમ સારથીના સભ્યો અંગે માહિતી સુંદર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
ત્યારબાદ તત્કાલીન પાસ્ટ ગવર્નર શ્રી શ્રીકાંત ઈન્ડાનીએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
ત્યારબાદ નવનિયુક્ત ડીસ્ટ્રીક ગવર્નર નિહીર દવેએ પોતાના વક્તવ્ય દ્વારા સર્વેનો આભાર માની વર્ષ દરમિયાન કરવામાં આવનાર પ્રવૃતિયો અંગે માહિતી આપી હતી.
ડીસ્ટ્રીક ગવર્નર નિહીર દવે અને પ્રથમ સન્નારી વૈશાલીબેન દવેનું એક વિઝન છે કે લોકકલ્યાણ માટે સરકારશ્રીની જે અલગ અલગ યોજનાઓ છે એ પ્રજા સુધી પહોચાડવામાં રોટરી ડીસ્ટ્રીક ૩૦૬૦ સરકારશ્રી અને પ્રજા વચ્ચે એક માધ્યમ કે સેતુની ભૂમિકા ભજવે કે જેથી કરીને આ બધી યોજનાઓ સમગ્ર ગુજરાત તેમજ મહારષ્ટ્રના અમુક ભાગોમાં પણ પહોચી શકે. આ માટે ગવર્નરશ્રી એ સરકારશ્રી સાથે વિવિધ મિટીગો પણ કરેલ છે અને સરકારશ્રીએ પણ રોટરી ડીસ્ટ્રીક ૩૦૬૦ ને જ્યાં પણ જરૂર પડે ત્યાં મદદ પૂરી પાડવાની બાહેધરી આપેલ છે.
રાઉન્ડ ટાઉન પરિવાર દ્વારા તેમના લાડીલા ડીસ્ટ્રીક ગવર્નર નિહીર દવે અને પ્રથમ સન્નારી વૈશાલી દવેનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ રોકોર્ટ સ્થાપક પ્રમુખ હેમંતભાઈ પટેલે નિહીર દવેના ગવર્નર બનવા બદલ “ ક્લબના ગૌરવની ઘડી “ પર પોતાના પ્રતિભાવ આપ્યા હતા.
રોટરી ફાઉંન્ડેશન અંગેને ઉદઘોષણાઓ, ડીસ્ટ્રીક ડીરેકટરી અને ગવર્નર મનથલી લેટરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
એના પછી પદગ્રહણ અધિકારી શ્રી બાસ્કર અને મુખ્ય મહેમાન રોટેરિયન શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વક્તવ્ય રજુ કર્યા હતા.
છેલ્લે આભારવિધિ “ આનંદ ઉદય ” ના કો-ચેરમેન ભાવિક પટેલ દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને ઉદઘોસણા રોટેરિયન ડૉ હેમંત અંતાણીએ કરેલ હતી.