S.V.I.T વાસદ બેડમિન્ટન સ્પર્ધામાં સતત પાંચમાં વર્ષે ચેમ્પિયન
G.T.U ઝોન-૩ ની આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં S.V.I.T વાસદનું ઝળહળતું પ્રદર્શન
S.V.I.T વાસદ બેડમિન્ટન સ્પર્ધામાં સતત પાંચમાં વર્ષે ચેમ્પિયન
ભાઈઓની ફાઇનલ સ્પર્ધામાં એસવીઆઈટીની ટીમે બિરલા વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરની કોલેજની ટીમને સીધા મુકાબલામાં ૩-૦ થી હરાવી
આણંદ ટુડે I આણંદ
તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઝો -૩ ની આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, વગેરે જિલ્લાની કોલેજોએ ભાગ લીધો હતો. ભાઈઓની સ્પર્ધામાં ૨૦ ટીમો જ્યારે, બહેનોની સ્પર્ધામાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો.
ભાઈઓની ફાઇનલ સ્પર્ધામાં એસવીઆઈટીની ટીમે બિરલા વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરની કોલેજની ટીમને સીધા મુકાબલામાં ૩-૦ થી હરાવી સતત પાંચમા વર્ષે ચેમ્પિયનશિપ મેળવી છે. જ્યારે બહેનોની સ્પર્ધામાં બીવીએમ ની સામે પરાજય થતા એસવીઆઇટીની ટીમ ઉપવિજેતા રહી હતી.
સમગ્ર સ્પર્ધામાં પંચ તરીકે ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ અને તેમની ટીમે પ્રશાસનીય કાર્ય કર્યું હતું.
સમગ્ર સ્પર્ધાનું સંચાલન એસવીઆઇટીના સ્પોર્ટસ ડાયરેક્ટર ડોક્ટર વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધા ની અંતે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી રોનકભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી પી સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (સ્પોર્ટ્સ ડાયરેક્ટર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિજેતા ખેલાડીઓને તેમના ખૂબ સુંદર પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.