SAVE_20240528_201414

ગુજરાતના વાલીઓ માટે મહત્ત્વના સમાચાર

આજની 10 મહત્વની ખબર

ગુજરાતના વાલીઓ માટે મહત્ત્વના સમાચાર 

ગુજરાતના વાલીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મંગળવારથી સ્કૂલ વાહન ચાલકોની હડતાળ છે. મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. સ્કૂલ રિક્ષા, વેનની પાસિંગ પ્રક્રિયા ઝડપી કરવાની માગ છે. ટ્રાફિક, RTO ઝુંબેશ શરૂ થતા પહેલા જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરની રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે.

સગા મામાએ ભાણીને બનાવી હવસનો શિકાર, તબીબી તપાસમાં ભાંડો ફૂટ્યો

સુરતમાં સબંધને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગા મામાએ પોતાની 9 વર્ષીય ભાણી પર દુષ્કર્મ આચર્યું હતુ.આજથી 4 મહિના અગાઉ બિહારથી બાળકીનો મામો રોજગારી અર્થે સુરત આવ્યો હતો. જેથી બાળકીના પિતાએ તેને પોતાના ઘરમાં જ આશરો આપ્યો હતો.
આ દરમિયાન સગા મામાએ એકલતાનો લાભ લઈને પોતાની જ 9 વર્ષીય ભાણી પર દાનત બગાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતુ. જેના પગલે બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળવા લાગ્યું હતુ. જેથી બાળકી માસિકમાં આવી હોવાનું માતા માનતી હતી, પરંતુ તકલીફ યથાવત રહેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.જ્યાં તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. જેથી બાળકીની પૂછપરછ કરતાં તેણે સુલતાન મામાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા સુલતાનની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજકોટ અગ્નિકાંડ - મહા નગરપાલિકાના વધુ બે અધિકારીઓની ધરપકડ 

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં તપાસ અને કાર્યવાહી ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે મહાપાલિકાના વધુ બે અધિકારીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે અગ્નિકાંડ બાદ TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા બંન્ને ભ્રષ્ટ

ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો 

વડોદરા બાદ હવે રાજકોટના ખીરસરા ગુરુકુળના સ્વામીનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના ગુરુકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કૃત્ય આચરી તેનો ગર્ભપાત કરાવ્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ગોધરા જલારામ સ્કૂલના આચાર્ય સહિત પાંચ લોકોની ધરપકડ

ગુજરાત પોલીસે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની જલારામ સ્કૂલના આચાર્ય સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે, જે કથિત રીતે વિદ્યાર્થીઓને NEET-UG પરીક્ષા પાસ કરવામાં મદદ કરવાનો પ્રયાસ કરેલ છે. 5 મેના રોજ પરીક્ષા લેવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને શિક્ષકો માટે ઉત્તરવહી ખાલી રાખવાની સૂચના આપવામાં આવી હતી. જેથી પેમેન્ટ મુજબ તમામ ઉત્તરવહીમાં જવાબો ભરી શકાય.

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના રહસ્યમય મોતને મામલે મોટો ખુલાસો

સુરત શહેરમાં એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ મોતને લઈને ચકચાર મચી હતી. આ ચાર લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયાનો ખુલાસો સામે આવ્યો છે. ઘરમાં રહેલ ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા શંકાસ્પદ મોત કે સામુહિક આપઘાતની અટકળોનો અંત આવ્યો છે.

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી, 6 વ્યક્તિ લાપાત

બિહારના પટનામાં ઉમાનાથ ઘાટથી 17 લોકોને લઇ દિયારા જઇ રહેલી હોડી ગંગા નદીમાં પલટી છે. જેમાથી 6 વ્યકિત લાપાત છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

અમેરિકામાં પંજાબી યુવકે બે પિતરાઈ બહેનોને ગોળી મારી, એકનું મોત

અમેરિકાના ન્યુજર્સીના વેસ્ટ કાર્ટેરેટમાં રૂઝવેલ્ટ એવન્યુમાં એક પંજાબી યુવકે પિતરાઈ બહેનોને ગોળી મારી હતી. જેમાં એક યુવતીનું મોત થયું હતું જ્યારે બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ યુવતીને એરલિફ્ટ કરીને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.બંને બહેનો જલંધરના નૂરમહલની રહેવાસી છે જ્યારે હુમલાખોર નાકોદરના હુસૈનપુર ગામનો રહેવાસી છે.

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડના મામલે કોંગ્રેસનો દેખાવો-ચક્કાજામ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય તેમજ જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ સાથે કોંગ્રેસે આજે રાજકોટમાં દેખાવો-ચક્કાજામ કર્યો હતો. આ કાડમાં જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને રજૂઆત કરી હતી. કોંગ્રેસે બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી અને રોડ પર એસટીબસો, વાહનો થંભાવી ચક્કાજામ કરી દીધો હતો.

અમેરિકામાં જવેલર્સના શો-રૂમમાં માત્ર ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના દાગીના ગાયબ

અમેરિકાના સની વેલીમાં આવેલા પૂણેના એક ખાનગી જ્વેલર્સમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. એક ખાનગી જ્વેલર્સના શો-રૂમમાં લગભગ 12થી 14 જેટલા માસ્ક પહેરેલા તસ્કરો ઘુસી ગયા હતા અને તોડફોડ કરી હતી તેમજ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી.પોલીસે જણાવ્યું કે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જવેલર્સના શો-રૂમમાં રહેલા સીસીટીવીમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ છે.