IMG_20240712_213038

આણંદ ખાતે ગુજરાતી રંગીન ચલચિત્ર હિતીયાનું હનીમૂન અને કોઈ રોકી શકે તો રોકો નું ઘમાકેદાર મૂર્હુત યોજાયું

આણંદ ખાતે ગુજરાતી રંગીન ચલચિત્ર " હિતીયાનું હનીમૂન " અને " કોઈ રોકી શકે તો રોકો " નું ઘમાકેદાર મૂર્હુત યોજાયું

પ્રિન્સ પાર્થ ફિલ્મસે એક દાયકામાં 31 જેટલી ગુજરાતી રંગીન ચલચિત્ર બનાવી ઢોલીવુડમાં ઇતિહાસ સર્જ્યો

આગામી 2025 સુધીમાં 100 જેટલી ગુજરાતી ફિલ્મ બનાવવાનું લક્ષ -શૈલેષ શાહ

શૈલેષભાઈ શાહ ફિલ્મ નથી બનાવતા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે -રૂપિનભાઇ શાહ


આણંદ ટુડે | આણંદ
છેલ્લા એક દાયકામાં 31 જેટલી સુપર-ડુપર ગુજરાતી ફિલ્મો બનાવીને ઢોલીવુડમાં ઇતિહાસ સર્જનાર પ્રિન્સ પાર્થ ફિલ્મસ આણંદના જાણીતા ગુજરાતી અને હિન્દી ફિલ્મના પ્રોડ્યુસર શૈલેષ શાહની વધુ એક ગુજરાતી રંગીન ફિલ્મ " હિતીયાનું હનીમૂન " ( નવરી બજાર રિટર્ન )નું ઘમાકેદાર  મૂર્હુત આણંદ ખાતે યોજાયું હતું .

પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદના પ્રોડ્યુસર શૈલેષ શાહની 32મી ગુજરાતી રંગીન ચલચિત્ર "હિતીયા નું હનીમૂન " (નવરી બજાર રિટર્ન ) નું  મૂર્હુત આણંદ લાયન્સ ક્લબ સોસાયટી હોલ આણંદ ખાતે શુક્રવારની સમી સાંજે યોજાયું હતું
આ પ્રસંગે જાણીતા ગુજરાતી અભિનેતા અને લેખક જીતેન્દ્ર ઠક્કર,નિરંજનભાઈ પટેલ (સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ના કુલપતિ )રૂપીન શાહ ,હરીશભાઈ શાહ (કો - પ્રોડ્યુસર ),દર્શન જોશી ( મેગી ) -ડિરેક્ટર,ફાલ્ગુનભાઈ ઠાકોર ,પ્રિન્સ પાર્થ ફિલ્મ પ્રોડ્યુસર શૈલેષભાઈ શાહ ,ભરત ઠક્કર સહિત બંને ગુજરાતી ફિલ્મના કલાકારો તથા ગુજરાતી ફિલ્મ અને નાટકના નાના મોટા કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા ગુજરાતી અભિનેતા અને લેખક જીતેન્દ્રભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું .જ્યારે ફાલ્ગુનભાઈ ઠાકોરે  પ્રિન્સ પાર્થ ફિલ્મનો પરિચય અને અત્યાર સુધીની શૈલેષભાઈ શાહની સફળ ફિલ્મીયાત્રા થી સૌને વાકેફ કર્યા હતા .જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઇ પટેલે ગુજરાતી ફિલ્મના સફળ કલાકારોને મળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી .
 કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રૂપિનભાઇ શાહે કહ્યું હતું કે શૈલેષભાઈ શાહ ફિલ્મ નથી બનાવતા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે .આ ઉપરાંત કો -પોડ્યુસર હરીશભાઈ શાહે પણ પ્રિન્સ પાર્થ ફિલ્મ અને શૈલેષભાઈ શાહ સાથેના અનુભવોને શેર કર્યા હતા .આ ઉપરાંત એસ.એસ.એન સિનેટોન પ્રસ્તુત ગુજરાતી રંગીન ચલચિત્ર " કોઈ રોકી શકે તો રોકો " નું પણ મૂર્હુત યોજાયું  હતું આ ફિલ્મના પ્રોડ્યુસર પી. એસ શાહ છે .
અત્રે ઉલ્લેખનીય છે કે  પ્રિન્સ પાર્થ ફિલ્મસના પ્રોડ્યુસર શૈલેષ શાહે ૨૦૧૧ થી પ્રિન્સ પાર્થ ફિલ્મસ ની શરૂઆત કરી હતી અત્યાર સુધી એટલે છેલ્લા એક દાયકામાં તેમણે 31 જેટલી ગુજરાતી રંગીન ફિલ્મો બનાવી છે. જેમાં ઓઢણી ,પ્રતિશોધ, લેેડી દબંગ, વહાલનો વારસદાર, રૂપિયો નાચ નચાવે, લેખ સુહાણના, સાજણ તારી પ્રીત, આણંદ થી અમેરિકા, બાવરી, જલસા કર, વિજયપથ, નવરી બજાર, ભૂત અદભુત, સંબોધો માં ખાલી જગ્યા, બખડજંતર, શું તમે કુવારા છો, ચક્રવ્યુ, વાયડી ફેમિલી, દિલને તુજે ચાહા, વહાલી બા, બાબલાની બબાલ, જેવી સુંદર અને સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે.
 ગુજરાતી ફિલ્મોના સફળ પ્રોડ્યુસર શૈલેષ શાહેને અત્યાર સુધીમાં અનેક રાજકીય નેતાઓ ,સામાજિક સંસ્થાઓ,અને ટીવી માધ્યમો દ્વારા અનેક એવોર્ડ સહિત પ્રમાણપત્રો આપી તેમની કામગીરીને બિરદાવાઈ છે .આગામી 2025 સુધીમાં તેમણે 100 જેટલી ગુજરાતી ફિલ્મ બનાવવાનું લક્ષ રાખ્યું છે.ટૂંકા ગાળામાં ઢોલીવુડમાં 31 જેટલી ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરીને ઈતિહાસ રચના રશૈલેષભાઈ શાહને આણંદ ટુડે પરિવાર હ્રદયથી શુભેચ્છા પાઠવે છે .