આણંદ અક્ષરફાર્મ ખાતે યોજાયેલ વિશિષ્ટ સભા
વર્તમાન સમયમાં હકારાત્મકતા માટે અબુધાબી મંદિર ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે.- પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી
આણંદ અક્ષરફાર્મ ખાતે યોજાયેલ વિશિષ્ટ સભા
વિશિષ્ટ સભામાં વિદ્વાન સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કથા લાભ આપ્યો
આણંદ ટુડે | આણંદ
આણંદ શહેરના અક્ષરફાર્મ ખાતે યોજાયેલ વિશિષ્ટ સભામાં બી. એ.પી.એસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ તાજેતરમાં અબુધાબીમાં નિર્માણ થયેલ વૈશ્વિક સૌહાર્દ અને એકતાના પ્રતીક સમાન ભવ્ય હિન્દુ મંદિરના નિર્માણની ગાથા વર્ણવી અદ્ભુત કથા લાભ આપ્યો હતો. તા.૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪, વસંત પંચમીના પવિત્ર દિને અબુધાબી ના આ મહા મંદિરની પ્રતિષ્ઠા વિધિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનીની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી અને જેનું જીવંત પ્રસારણ પ્રસારણ પણ વૈશ્વિક સ્તરે કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય પ્રકલ્પના (100 MIRACLES – a lotus in the Desert) શિર્ષક હેઠળ યોજાયેલ આ સભા કાર્યક્રમમાં અબુધાબી – ભવ્ય હિન્દુ મંદિરના નિર્માણમાં પાયા થી લઈને મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનીની ઉપસ્થિતિમાં યોજાયેલ ગ્લોબલ આરતી અને મંદિર લોકાર્પણ સમારોહ સુધીના પ્રત્યેક તબક્કાઓમાં જેઓની નોંધપાત્ર સેવાઓ વિનિયોગ થઈ છે એવા વિદ્વાન સંત પૂજ્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આ મહાન કાર્યના પ્રત્યક્ષ સાક્ષી તરીકે આ મંદિરના સંકલ્પ મુર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને આ મહાન સંકલ્પને પૂર્ણ કરનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આ મંદિર પ્રોજેકટને સંલગ્ન અનેક પ્રસંગો વર્ણવ્યા હતા. ભગવાનના સમ્યક ધારક ગુણાતીત સત્પુરુષના સંકલ્પમાં અખૂટ બળ હોય છે અને એ સંકલ્પને પૂર્ણ કરનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે “ડગલે ને પગલે ચમત્કારો થશે”. કોરોના સમય પહેલા તેમણે ઉચ્ચારેલી આર્ષવાણી સાકાર થઈ તે સમગ્ર દુનિયાએ નિહાળ્યું છે. વૌશ્વિક સ્તરે સંવાદિતા માટેનું આ ભવ્ય મંદિર આજે દેશ – સમાજ વગેરેના ભેદભાવ ભુલી “વસુદેવ કુટુંબ કમ”ની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે વ્યક્તિને સરેરાશ ૭૦ હજાર વિચાર દિવસ દરમિયાન આવે છે જેમાં ૯૫ ટકા પુનરાવર્તનના હોય છે. નકારાત્મકતા વધી રહી છે ત્યારે વર્તમાન સમયમાં હકારાત્મકતા માટે અબુધાબી મંદિર ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. આજની સભામાં અનેક મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો – ભાવિકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૫, મે શનિવાર રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ દરમિયાન અક્ષર ફાર્મમાં યુથ કનવેંશન યોજાશે જેમાં " Faith helps, helps a lot " વિષય ઉપર સંસ્થાના વિદ્વાન સંત ડો. જ્ઞાન વત્સલ સ્વામી લાભ આપશે.