1000887728

Happy New year-2025

આજ કલ ઓર આજ

તા. 1 જાન્યુઆરી : 1 January 

તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

Happy New year-2025

નૂતન વર્ષાભિનંદન, નવું વર્ષ તમને  અને તમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.

નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે. જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો. નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.

તમને નવા વર્ષ 2025 ના "સાલ મુબારક

હાલમાં અંગ્રેજી કેલેન્ડર સૌથી વધુ લોકપ્રિય છે, તેને ગ્રેગોરીયન કેલેન્ડર કહેવામાં આવે છે. રોમના સરમુખત્યાર જુલિયસ સીઝરએ 45 બીસીમાં જુલિયન કેલેન્ડરની સ્થાપના કરી હતી, તે સમયે વિશ્વમાં પ્રથમ વખત 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું. ત્યારથી આજ સુધી ખ્રિસ્તી ધર્મના લોકો આ દિવસે નવું વર્ષ ઉજવે છે. આ સૌથી લોકપ્રિય નવું વર્ષ છે.

* બોલીવુડના જાણીતા ફિલ્મ ગીતકાર ઈન્દીવર (શ્યામલાલ બાબુ રાય) નો ઝાંસી ખાતે જન્મ (1924)

* 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝનો કોલકાત્તામાં જન્મ (1894)

* હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનો જન્મ (1935)

* કેન્દ્રીય મંત્રી જ્યોતિદરાય સિંધિયાનો મુંબઈ ખાતે જન્મ (1971)

* ઉર્દૂ શાયર અને બોલિવુડના ગીતકાર રાહત ઈન્દોરી (કુરેશી)નો ઈન્દોર ખાતે જન્મ (1950)

* ગુજરાતના તસવીરકાર પ્રાણલાલભાઇ પટેલનો જન્મ (1910) ફોટોગ્રાફીમાં ખાસ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમનું લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવૉર્ડ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું

* બોલીવુડ અભિનેતા પરિક્ષિત સહાની (1944), નાના પાટેકર (1951), યશપાલ શર્મા (1967), કમાલ આર. ખાન (1975) તથા અભિનેત્રી વિદ્યા બાલન (1979), સોનાલી બેન્દ્ર (1975) અને ટીવી અભિનેત્રી રૂપલ પટેલ (1975)નો જન્મ

* ભારતીય સેનાના જવાન, દોડવીર અને પછી બાગી બનેલ પાનસિંગ તોમરનો જન્મ (1932)

* સ્વતંત્રતાસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી, ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક અને મહાત્મા ગાંધીજીનાં અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈનો સુરત જિલ્લાનાં સરસ ગામમાં જન્મ (1892)

* બોલીવુડ અભિનેત્રી શકીલાનો અફઘાનિસ્તાનમાં જન્મ (1935)

* 350 જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર બોલીવુડ અભિનેતા અસરાનીનો જયપુર ખાતે જન્મ (1941)

* બોલીવુડ ફિલ્મોના દિગ્દર્શક અને કેનેડામાં વસવાટ કરી ફિલ્મો આપનાર દિપા મહેતાનો અમૃતસર ખાતે જન્મ (1950)

* પોતાના સુપર 30 પ્રોગ્રામ માટે વિખ્યાત ભારતના ગણીતના ટીચર આનંદ કુમારનો પટના ખાતે જન્મ (1973)

* ભારત સરકાર દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવૉર્ડથી સન્માનિત તસવીરકાર પ્રાણલાલભાઇ પટેલનો જન્મ (1910)

* પાકિસ્તાનના હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમવાનો આરંભ થયો (1955) આ પ્રથમ ટેસ્ટ મેચ ભારત સાથે રમવામાં આવી હતી

* અશોકકુમાર, કિશોરકુમાર, અનુપકુમાર, મધુબાલા, વિણા, મોહન ચોટી, હેલન અને કે.એન. સિંઘ અભિનિત ફિલ્મ 'ચલતી કા નામ ગાડી' રિલીઝ થઈ (1958) દિગ્દર્શક : સત્યેન બોઝ સંગીત : એસ.ડી. બર્મન

વર્ષ 1959ની બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદીમાં 'હાલ કૈસા હૈ જનાબ કા' (આશા-કિશોર) નંબર 1 સરતાજ ગીત હતું 'ચલતી કા નામ ગાડી' ઉપરથી મરાઠીમાં 2006માં 'સાડે માડે તીન' નામની ફિલ્મ બનાવવામાં આવી હતી

* સચીન, સાધનાસિંઘ, રૂપા તિવારી, લીલા મિશ્રા અને ઈન્દર ઠાકુર અભિનિત ફિલ્મ 'નદિયા કે પાર' રિલીઝ થઈ (1982)