ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યુ શ્રમદાન
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યુ શ્રમદાન
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો મંત્ર સાર્થક કરવા અનુરોધ કર્યો
આણંદ ટુડે I અમદાવાદ
મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતિ અગાઉ આજે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. દરેક મંત્રી, નેતા સહિત સામાન્ય નાગરિક સવારથી જ સ્વચ્છતાના આ અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધીજયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાન થી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર ગુજરાતે ઝીલી લઈને આજે પહેલી ઓક્ટોબર એક તારીખ એક કલાક એક સાથના સૂત્રને સ્વચ્છતા સફાઈ દ્વારા સાકાર કર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ શ્રમદાન માં ઘાટલોડિયા વિસ્તારમાં લક્ષ્મણગઢનો ટેકરો, સાંઈબાબા મંદિર ચાર રસ્તા ખાતે સહભાગી થયા હતા.
તેમણે રાજ્યમાં આ અભિયાન માં સૌ નાગરિકોને જોડાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા મંત્ર સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.