IMG-20240719-WA0003

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કિડની ફેલ્યર દર્દી માટે વિનામૂલ્યે ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કિડની ફેલ્યર દર્દી માટે વિનામૂલ્યે ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે  વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ

તાજા જન્મેલા બાળકો માટે પેટીમાં રાખવાની સુવિધા

આણંદ ટુડે | આણંદ, 
છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા પહોંચે તે માટે આરોગ્ય વિભાગના ડોક્ટર્સ, નસૅ અને તેમની ટીમ ખડે પગે કામ કરી રહી છે. રાજ્યની સરકારી હોસ્પિટલ, જિલ્લા મથક ખાતે આવેલી જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર  અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકો માટે વિનામૂલ્યે સારામાં સારી આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. 

આણંદ જિલ્લા મથક ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે, આ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સેવાઓની વાત કરતા સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ જણાવ્યું કે, આ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે ઉપલબ્ધ સેવાઓમાં જનરલ મેડીસીનમા  તાવ, શરદી, ન્યૂમોનિયા, દમ, અસ્થમાં, ડેન્ગ્યુ, મેલેરીયા, એનીમિયા (બ્લડ ટ્રાન્સફ્યુજન/આર્યન સુકોઝ) વિગેરે, જ્યારે જનરલ સર્જરીની જરૂર પડે તો સારણગાંઠ, ભગંદર, મસા, સુન્નતનું ઓપરેશન, સ્તનની ગાંઠ, એપેન્ડીક્ષનું ઓપરેશન, ચરબીની ગાંઠ વિગેરેની સુવિધાઓ આપવામાં આવે છે.
હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એનિમલ બાઇટ, ડ્રેસીંગ, સુચરીંગ (ટાંકા લેવાની પ્રોસીજર), બાળરોગની સેવાઓ (૧૮ વર્ષથી ઓછા) તાવ, શરદી, ન્યૂમોનિયા,દમ, અસ્થમા, ડેન્ગ્યુ, મેલેરીયા, એનીમિયા (બ્લડ ટ્રાન્સફ્યુજન) વિગેરે, તાજા જન્મેલા બાળકો માટે પેટીમાં રાખવાની સુવિધા (SNCU), શ્વાસની બિમારી, કમળો, ન્યુમોનિયા, ઓછા વજનવાળા બાળકો વિગેરેની સુવિધાઓ ઉપલબ્ધ છે. 
આ ઉપરાંત મહિલાઓ માટે આરોગ્યલક્ષી સુવિધાઓમાં સગર્ભા બેહેનોને મફત સુવાવડની (નોર્મલ તથા સિઝેરિયન) સુવિધા, કોથળી કઢાવવી તથા સાફ કરવાની સુવિધા, મફત લોહી ચઢાવવાની સુવિધા, વસ્તી નિયંત્રણનું ઓપરેશન, સોનોગ્રાફી વિગેરેની તેમજ માનસિક રોગ માટે ઇ.ઇ.જી. (મગજની પટ્ટી), ઇ.સી.ટી. (મગજને શોક આપવા) તેમજ માનસિક રોગને લગતી તમામ સુવિધાઓ અને ઇ.એન.ટી.મા  કાન, નાક, ગળાને લગતી સુવિધા (Ear wax cleaning, Ear repair, Thyrold surgery, Epitaxix treatment ) બહેરાશની તપાસ, (PT Audiometry) તથા  યુરોલોજી માટે કિડની ફેલ્યર દર્દી માટે તદ્દન મફત ડાયાલિસિસની સુવિધા અહી આપવામાં આવે છે. 
આ હોસ્પિટલમાં કાર્યરત ઓર્થોપેડીક વિભાગ દ્વારા ઓ.પી.ડી સેવાઓ. TKR સર્ટીફીકેટ, TXR-THR ઓપરેશન, પી.ઓ.પી(ફેકચર માટે), આંખ વિભાગની ઓ.પી.ડી સેવાઓ, ઓ.પી.ડી. માઇનોર સેવાઓ તેમજ લેબોરેટરીમાં પેથોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી પરીક્ષણો (MNY મુજબ ૭૨ થી વધુ) અને રેડીયોલોજીમાં ડીઝીટલ એક્સ-રે, મોબાઇલ એક્સ-રે, સોનોગ્રાફી તથા પોસ્ટ મોર્ટમ અને અન્ય મેડીકો લીગલ સર્વિસ આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે, જેનો લાભ આણંદ જિલ્લાની જાહેર જનતાને મળી રહેશે તેમ, ડો. અમર પંડ્યાએ વધુમાં જણાવ્યું છે.
**