ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડૉ. મનમોહન સિંહને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડૉ. મનમોહન સિંહને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી
આણંદ ખાતે યોજાયેલ શ્રદ્ધાજંલી પ્રાથના સભામાં પૂર્વ. કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તથા આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો,કાઉન્સિલરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ ટુડે | આણંદ
ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું દુઃખદ અવસાન થતાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વ ડૉ. મનમોહનસિંહએ દેશ માટે આપેલી યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આણંદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રવિવારના રોજ યોજાયેલ શ્રદ્ધાજંલી પ્રાથના સભામાં ભારત દેશના પૂર્વ. કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકીજી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તથા આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડા , આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રભારીશ્રી ભીખાભાઈ રબારી , આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી વિનુંભાઈ સોલંકી , આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ , ભૃગુરાજસિંહ સોલંકી , સામાજિક આગેવાન શ્રી મિથલેશભાઈ અમીન , ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રીશ્રી વિરેન્દ્રસિંહ ચાવડા , આણંદ નગર પાલિકા પૂ. વિરોધપક્ષના નેતાશ્રી સલીમશા દીવાન , આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પઢિયાર , આણંદ તાલુકા ના પ્રમુખશ્રી મહેશભાઈ રાઠોડ , આણંદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જશભાઈ ગોહેલ આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ , તાલુકા સમિતિઓ , શહેર સમિતિ ઓ, ફ્રન્ટલ ઓરગેનાઈઝેસનના પદાધિકારીઓ , કાઉન્સિલરશ્રીઓ , કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા તાલુકા - જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ , કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આણંદ શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહી ડૉ. મનમોહનસિંહજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.