SAVE_20240601_201228

આજની 10 મહત્વની ખબર

ભારતના પૂર્વ ક્રિકેટરે કરી આત્મહત્યા

આજની 10 મહત્વની ખબર

ભારતના પૂર્વ ક્રિકેટરે કરી આત્મહત્યા

ભારત અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સન નું બેંગલુરુમાં નિધન થયું છે. જ્હોન્સને ભારત માટે બે ટેસ્ટ રમી અને ત્રણ વિકેટ લીધી હતી.કર્ણાટક ક્રિકેટ એસોશિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, જોનસનનું એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. ભારત માટે 1996માં 2 ટેસ્ટ મેચ રમનાર જોનસન છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પરેશાન હતો.જોનસન 52 વર્ષના હતા અને તેના પરિવારમાં પત્ની એને તેના 2 બાળકો છે. જોનસન તેના ઘરની પાસે એક ક્રિકેટ એકેડમી ચલાવી રહ્યો હતો. એપાર્ટમેન્ટના ચોથા માળેથી છંલાગ લગાવી હતી

ઉત્તર પ્રદેશ પેપર લીક કૌભાંડમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું

ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પેપર લીક મામલે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. યુપી પોલીસે પરીક્ષા કરાવવાની જવાબદારી ગુજરાતની પ્રાઇવેટ કંપની એજુટેસ્ટને આપી હતી. અમદાવાદના ગોડાઉનમાંથી યુપી પોલીસની પરીક્ષાનું પેપર લીક કરવામાં આવ્યું હતું. હવે અમદાવાદની કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. કંપનીનો માલિક વિનીત આર્ય વિદેશ ભાગી ગયો 

ઝેરી દારૂ પીવાથી ૩૪ લોકોના મોત

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે, જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે પુષ્ટિ આપી છે. સીએમ એમકે સ્ટાલિને ઝેરી દારૂના કારણે જીવ ગુમાવનારાઓને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તે જ સમયે, દારૂના કારણે બીમાર પડેલા લોકો માટે 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં 7 સ્થળે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

અમદાવાદ જિલ્લા અને શહેરમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં કુલ 7 જેટલાં મોટા મંદિરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જેમાં જગન્નાથ મંદિર ઉપરાંત ઇસ્કોન, મેમનગર ગુરુકુળ, ભાડજ મંદિર, મહેમદાબાદ સિદ્ધિ વિનાયક મંદિર, કઠવાડા ઇસ્કોન મંદિર અને ત્રિપદા ખાતે રથયાત્રા નીકળશે. જેમાં ઇસ્કોન દ્વારા 14 કિમી લાંબી રથયાત્રા નીકળશે, જેને ડ્રોન કેમેરા દ્વારા વિદેશમાં બેઠેલાં ભક્તો પણ માણી શકશે.

ગુજરાતમાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરાશે

ટેટ-ટાટના ઉમેદવારોએ ગાંધીનગરમાં સરકાર સામે હલ્લાબોલ કર્યાના એક જ દિવસમાં રાજ્ય સરકારને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 7500 કાયમી ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરવાની ફરજ પડી છે. જો કે પ્રાથમિક શિક્ષકો ટેટ-1 અને ટેટ-2ની ભરતીની જાહેરાત કરાઇ નથી પરંતુ નિયમોની પ્રક્રિયા ચાલુ હોવાથી તે પૂર્ણ થયા બાદ તેમાં પણ ભરતી કરાશે તેમ સરકારે કહ્યું છે.

અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના

અમદાવાદ શહેરના ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં બે લોકોની મોડીરાત્રે હત્યા કરી છે,ખંડણીને લઈ આ હત્યા થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.તલવાર વડે ઘા મારીને હત્યા કરવામાં આવી છે,અન્ય એક વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.પોલીસે હત્યા કરનાર સમીર અને કમિલ સામે ગુનો નોંધાયો છે,તો ગોમતીપુર પોલીસે એક શખ્સની અટકાયત કરી છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સાથી પક્ષે 100 સીટોની કરી માંગ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને રેટરિક શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે તેમની પાર્ટીને મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 100 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળવી જોઈએ. શિવસેના મહાગઠબંધનનો એક ભાગ છે, જેમાં ભાજપ અને અજિત પવારના નેતૃત્વવાળી NCP પણ સામેલ છે.રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો,પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી અને પુત્રવધૂ ભાજપમાં જોડાયા

હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આજે સવારે 10.30 વાગ્યે, તેઓ બીજેપી હેડક્વાર્ટર ખાતે હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

મામા સહિત ત્રણ શખસે ભાણેજનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

સુરતના રાંદેર વિસ્તારમાં ઝૂપડામાં એક 16 વર્ષની કિશોરી સાથે શ્રમજીવી પરિવાર રહે છે. આ દીકરી પર બીજા કોઈએ નહીં પરંતુ તેના જ બે મામાએ નજર બગાડી હતી અને બાદમાં બે મામા સહિત ત્રણ શખસે ભાણેજનું અપહરણ કરી બોટાદના એક ફાર્મ હાઉસ લઈ ગયા હતા. તેમણે સગીરાને અંદાજે 3 મહિના ગોંધી રાખી હતી અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.બનાવ અંગે રાંદેર પોલીસે ભોગ બનનાર તરૂણીની માતાની ફરિયાદ લઈને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પટના હાઈકોર્ટે બિહાર સરકારને આપ્યો મોટો ઝટકો 

બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે.હાઇકોર્ટે અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે.પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેન્ચે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગો માટે રાજ્ય સરકારના 65 ટકા અનામતને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ કાયદો રદ કરવાનો આદેશ આપ્યો છે.