હોમિયોપેથીક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા આણંદના આંતરરાષ્ટ્રીય હોમિયોપેથ ડો. કૃતિક શાહને સન્માનિત. કરાયા.
આણંદનું ગૌરવ, ડૉ. કૃતિક શાહ
હોમિયોપેથીક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા આણંદના આંતરરાષ્ટ્રીય હોમિયોપેથ ડો. કૃતિક શાહને સન્માનિત. કરાયા.
ડૉ.કૃતિક શાહ 13 વર્ષથી આણંદ ખાતે ગુજરાત રાજ્યની સૌ પ્રથમ અત્યાધુનિક શ્રી સાઇ હોમિયોપેથિક હોસ્પિટલ સફ્ળતાપૂર્વક ચલાવી રહેલ છે.
આણંદ
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા આણંદના આંતરરાષ્ટ્રીય હોમિયોપેથ ડો. કૃતિક શાહને સન્માનિત કરવામાં આવ્યા છે.આ સન્માન તેમને હોમિયોપેથીક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ કરવામાં આવેલ છે.
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશપ્રેમ અને દેશસેવાના માર્ગદર્શન પર આધારિત અને ભારત સરકારના જનસેવા હેતુસરના ઉત્કૃષ્ટ પ્રોગ્રામ જેમ કે,વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ,ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ, મેક ઇન ઇન્ડિયા મિશન,
હોલીસ્ટિક હેલ્થ કેર - વિવિધ પ્રકારની સારવાર પદ્ધતિ એક જ સ્થળને સાર્થક કરતો, વર્લ્ડ મોસ્ટ એડ્વાન્સડ ઈ-લર્નિંગ પ્રોગ્રામ ઇન હોમિયોપથી”ના સ્થાપક અને હોમિયોપેથી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા ડો. કૃતિક શાહ સન્માનિત કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. કૃતિક શાહ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યના હેલ્થ પેનલમાં હોમિયોપેથિક ચિકિત્સક તરીકેની માનદ સેવા આપી રહેલ છે.
રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા આપવામાં આવેલ “સન્માન પત્ર” માં ડો. કૃતિક શાહની હોમિયોપેથીક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તથા તેમની અને તેમના પરિવારની હોમિયોપેથિક
સારવાર બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવેલ છે.
હોમિયોપેથ ડો. કૃતિક શાહ, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા, રાજ ભવન ગાંધીનગર ખાતે સન્માનિત થનાર હોમિયોપેથ બન્યા કે જેઓ આણંદ શહેરના રહેવાસી છે. અને ગુજરાત રાજ્યની સૌપ્રથમ અત્યાધુનિક શ્રી સાઇ હોમિયોપેથિક હોસ્પિટલ ભાલેજ રોડ આણંદ ખાતે 13 વર્ષથી સફ્ળતાપૂર્વક ચલાવી રહેલ છે.
ડો. કૃતિક શાહની હોમિયોપેથી ક્ષેત્રે આ સિદ્ધિ બદલ આણંદ. લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ (બકાભાઇ) અને આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી) દ્વારા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સુશાસનના નવ વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીના ભાગરૂપે મહર્ષ જન સંપર્ક અભિયાન અંતર્ગત “સન્માનિત હોમિયોપેથ છે.
ડો. કૃતિક શાહ પોતાની સફળતા હોમિયોપેથી વિજ્ઞાનના જનક ડો. સેમ્યુઅલ હેનીમેનના ચરણોમાં અર્પણ કરી, હોમિયોપેથી વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર, હજી વધારે અને ઝડપથી થાય તે માટેની હાકલ કરેલ છે.