IMG-20230630-WA0008

આણંદ નગરપાલિકા દ્વારા રૂ.૧૮૦.૬૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ પાંચ રસ્તાઓ અને ટીપી-૮માં રૂ. ૮૪.૨૧ લાખના ખર્ચે થયેલ બગીચાના કામનું લોકાર્પણ

આણંદ નગરપાલિકા રૂ.૧૮૦.૬૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ પાંચ રસ્તાઓ અને ટીપી-૮માં રૂ. ૮૪.૨૧ લાખના ખર્ચે થયેલ બગીચાના કામનું લોકાર્પણ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેષભાઈ પટેલની ઉપસ્થિતિ

આણંદ,
આણંદ નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી રૂ. ૧૮૦.૬૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ પાંચ રસ્તાઓના કામ અને ટીપી-૮ના ફા.પ્લોટ નંબર ૨૦૪માં રૂ.૮૪.૨૧ લાખના ખર્ચે થયેલ બગીચાના કામનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેષભાઇ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા સતત કાર્યરત રહીને વિકાસના નવા આયામો હાંસલ કરી રહી છે. તેમણે આગામી સમયમાં આણંદ નગરપાલિકા વિકાસની નવી દિશામાં ઝડપભેર આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ તકે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ ૯ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ઉજવી રહ્યું છે ત્યારે આણંદ નગરપાલિકા પણ તેમાં સહભાગી બની વિકાસને વેગ આપવાનું કાર્ય કરી રહી છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી છાયાબા ઝાલા, ચીફ ઓફિસર શ્રી એસ.કે ગરવાલ, નગરપાલિકાના ચેરમેનશ્રીઓ-સદસ્યો, અગ્રણી સર્વ શ્રી રાજેશભાઈ પટેલ, નીરવ અમીન, મયુર સુથાર સહિત નગરપાલિકાના અધિકારી - કર્મચારીશ્રીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
*****