RTO કચેરીમાં આજથી કોમર્શિયલ વાહનોમાં ફિટનેસ રીન્યુની કામગીરી બંધ
આજની 10 મહત્વની ખબર
RTO કચેરીમાં આજથી કોમર્શિયલ વાહનોમાં ફિટનેસ રીન્યુની કામગીરી બંધ
ગુજરાતમાં આજથી તમામ રાજ્ય પરિવહન વાહનોના ફિટનેસ ટેસ્ટ આરટીઓ કચેરીઓને બદલે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો (ATS) પર લેવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે તેમના અધિકારક્ષેત્ર હેઠળના ATS સાથેના RTOએ બુધવારથી ફિટનેસ ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે, અને ટેસ્ટ્સ ફક્ત ATSમાં જ લેવાનું ફરજિયાત છે.વાહન વ્યવહાર કમિશ્નર કચેરીના નિર્ણયથી લોકોનો ખર્ચ વધશે
બોટ ડૂબી જતાં 49 લોકોના મોત, 140 લોકો ગુમ
હોર્ન ઓફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જતાં 49 લોકોના મોત થયા હતા અને 140 લોકો ગુમ થઈ ગયા હતા. યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)એ અહેવાલ આપ્યો છે.અહેવાલો અનુસાર સોમવારે બોટ પલટી ગઈ હતી, જેમાં લગભગ 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા. તે બધાએ સોમાલિયાના ઉત્તરી દરિયાકાંઠેથી નીકળીને એડનના અખાતને પાર કરીને યમન પહોંચ્યા હતા. તેનું અંતર લગભગ 320 કિમી (200 માઇલ) હોવાનું કહેવાય છે.
મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટમાં 71 મંત્રીમાંથી 70 મંત્રી કરોડપતિ
મોદી 3.0 નવી કેન્દ્રીય કેબિનેટમાં 71 મંત્રીમાંથી 70 મંત્રી એટલે કે 99 ટકા કરોડપતિ છે. આ મંત્રીઓની સરેરાશ મિલકત 107.94 કરોડ રૂપિયા છે. આ આંકડો એસોસિએશન ઓફ ડેમોક્રેટિડ રિફોર્મ્સ (ADR)એ એક નિવેદનમાં જણાવ્યું છે.ટૂં
ટૂંક સમયમાં PM કિસાન યોજનાનો 17મો હપ્તો ખેડૂતોને મળશે
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા પર હસ્તાક્ષર કર્યા હતા. સતત ત્રીજી વખત સત્તામાં આવેલી મોદી સરકારના આ નિર્ણયથી 9.5 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે.એટલે કે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. PM કિસાન યોજનાનો 16મો હપ્તો 28મી ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લગભગ 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક મળી,સ્માર્ટ મીટર અને અગ્નિકાંડ પર ચર્ચા
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક મળી હતી જે પૂર્ણ થઈ ગઈ છે અને આ કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં એસઆઈટીના રીપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ટહેલ વિરોધ બાદ હાલની સ્થિતિ પર ચર્ચા કરાઈ હતી. ઉપરાંત કેબિનેટમાં કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારીત થયો હતો અને શાળા પ્રવેશોત્સવ સહિત નવી બાબતો અને યોજનાઓ પર ચર્ચા થઈ હતી.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત, ત્રણના મોત
પાલનપુર-અમદાવાદ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂન થી શરૂ
મોદી સરકાર 3.0ની રચના થઇ ગઇ છે. 71 મંત્રીઓએ શપથ લીધા અને ખાતાની ફાળવણી થતા કામકાજ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજૂએ બુધવારે આ અંગે માહિતી આપતા કહ્યું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઇ સુધી ચાલશે.
કુવૈતમાં ભીષણ અગ્નિકાંડ, 5 ભારતીયો સહિત 35 લોકોના મોત
દક્ષિણી કુવૈતની એક બેલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 5 ભારતીયો સહિત 35 લોકોના મોત થઈ ગયા છે. આ ભીષણ અગ્નિકાંડમાં બિલ્ડિંગ પુરેપુરી તબાહ થઈ ગઈ છે. કહેવાય છે કે, જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તેમાં મજૂરો રહેતા હતા. અગ્નિકાંડની ઘટના બુધવારે સવારે થઈ હતી. કુવૈત સરકાર આ ભીષણ અગ્નિકાંડ માટે રિયલ એસ્ટેટ ઓનરને જવાબદાર ઠેરવ્યા છે.
બકરી ઈદના પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું રહેશે
ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું મહત્વનુ સ્થળે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી,આ જગ્યાએ રોજના હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે,તો દર સોમવારે મેન્ટેનન્સના કારણે SOU બંધ રાખવામાં આવે છે પરંતુ,આ સોમવારે એટલે કે 17 જૂનના રોજ મુસ્લિમ બિરાદરોના પર્વને લઈને SOU ખુલ્લુ રખવામાં આવશે,સાથે સાથે અન્ય પ્રવાસન સ્થળો પણ ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે.
ગુજસેલના તત્કાલીન કૌભાંડી કેપ્ટન સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણની ગેરરીતિઓ બહાર આવ્યા બાદ સરકારે તેમની હકાલપટ્ટી કરીને તપાસ શરૂ કરી હતી. તેમની સામે સતત એક વર્ષ તપાસ કરી પુરાવાઓ ભેગા કરાયા હતા. આખરે સરકારે કૌભાંડી કેપ્ટન અજય ચૌહાણ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સીએમઓમાંથી મંજૂરી આવી ચૂકી છે. ACBએ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. ઉપરાંત કેશમેક એવિએશન પ્રા. લિના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ સામે પણ ACBએ ગુનો નોંધ્યો છે.